Site icon Revoi.in

અમદાવાદમાં શ્વાનનો ત્રાસ યથાવત, એક વર્ષમાં 55600 વ્યક્તિઓને કરડ્યાં

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શેરી શ્વાનનો ત્રાસ વધ્યો છે, બીજી તરફ આ સમસ્યાના ઉકેલ માટે પગલા લેવામાં આવી રહ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન એક વર્ષ દરમિયાન અંદાજે 55600 જેટલા વ્યક્તિઓને શ્વાન કરડ્યાં હતા. આમ દરરોજ એક અંદાજ પ્રમાણે 150થી વધારે વ્યક્તિઓને શ્વાન શિકાર બનાવે છે. રાજ્યમાં વર્ષ 2022માં કૂતરા કરડવાના 1.44 લાખ જેટલા બનાવ બન્યા હતા, કૂતરું કરડવાથી હડકવાનો ચેપ વધુ ફેલાતાં આ અરસામાં છ દર્દીઓનાં મોત થયાં હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં કુરતા કરડવાના 8430 જ્યારે સોલા સિવિલમાં 8012 નોંધાયાં હતા. બંને હોસ્પિટલમાં 16 હજારથી વધારે વ્યક્તિઓએ ડોગ બાઈટ્સની સારવાર લીધી હતી. અમદાવાદ શહેરમાં મોટા વ્યક્તિઓને બદલે નાના બાળકો શ્વાનનો શિકાર બન્યાં છે. અસારવા સિવિલમાં ડિસેમ્બરમાં 1095, જાન્યુઆરીમાં 2040 કેસ નોંધાયા હતા. જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2023માં ડોગ બાઈટ્સના 1700 જેટલા કેસ સામે આવ્યા હતા. આવી જ રીતે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ 2023માં 290 જેટલા બાળકોને શ્વાન કરડવાના કેસ સામે આવ્યા હતા. કૂતરા કરડવાના મોટા ભાગના કેસમાં 14 વર્ષથી ઓછી વયના બાળકો શિકાર બને છે, 77 ટકા કેસ એવા સામે આવ્યા હતા. ગુજરાતમાં વર્ષ 2022માં કૂતરા કરડવાના 1.44 લાખ જેટલા બનાવ બન્યા હતા, કૂતરું કરડવાથી હડકવાનો ચેપ વધુ ફેલાતાં આ અરસામાં છ દર્દીઓનાં મોત થયાં હતાં. અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનના ત્રાસને ડામવા માટે ખસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યાના મનપા દ્વારા દાવા કરવામાં આવે છે. બીજી તરફ રાત્રિના સમયે માર્ગો ઉપરથી પસાર થતા વાહનો સાથે શેરી શ્વાન રેસ લડાવતા હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરતો હોવાની ફરિયાદો ઉઠી છે.