1. Home
  2. Tag "municipal corporation"

જામનગર મનપાને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે વેરાની આવક મળી

જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીના ઈતિહાસ વેરાની સૌથી વધુ આવક મેળવી છેચાલુ વર્ષમાં આજની સુધીમાં રૂપિયા 101.60 કરોડની આવક થવા પામી છે. તેમ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા માં કુલ 3,06,000 મિલકતો નોંધાયેલી છે . તે પૈકી આજ સુધી મા કુલ ૧,૦૫,૬૫૬ મિલકત ધારકો એ વેરો ભરપાઈ કર્યો છે. તારીખ 1એપ્રિલ 2023થી તારીખ […]

અમદાવાદમાં શ્વાનનો ત્રાસ યથાવત, એક વર્ષમાં 55600 વ્યક્તિઓને કરડ્યાં

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શેરી શ્વાનનો ત્રાસ વધ્યો છે, બીજી તરફ આ સમસ્યાના ઉકેલ માટે પગલા લેવામાં આવી રહ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન એક વર્ષ દરમિયાન અંદાજે 55600 જેટલા વ્યક્તિઓને શ્વાન કરડ્યાં હતા. આમ દરરોજ એક અંદાજ પ્રમાણે 150થી વધારે વ્યક્તિઓને શ્વાન શિકાર બનાવે છે. રાજ્યમાં વર્ષ 2022માં કૂતરા કરડવાના 1.44 […]

તાજમહેલને આગરા પાલિકાએ બાકી પાણી અને હાઉસ ટેક્સ અંગે નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ આગરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજમહેલને લઈને 2 કરોડ રૂપિયાના હાઉસ ટેક્સ અને વોટર ટેક્સની નોટિસ મોકલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને નોટિસ મોકલીને માત્ર 15 દિવસનો સમય આપ્યો હોવાનું જાણવા મળે છે. એક ASI અધિકારીએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેમને મહાનગરપાલિકા તરફથી એક નોટિસ મળી હતી, જેમાં ટેક્સ ન ભરવા માટે […]

સુરતઃ રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ બે ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરાયું

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં માર્ગની વચ્ચે આવેલા બે ધાર્મિક સ્થળ મંદિર અને દરગાહને પગલે ટ્રાફિકમાં અડચણ ઉભી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. દરમિયાન તંત્ર દ્વારા રાત્રિના સમયે જ ગણતરીના કલાકોમાં જ બંને ધાર્મિક સ્થળોનું દબાણ હટાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં તાત્કાલિક રોડનું પણ નિર્માણ કરી દેવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરવાની […]

વડોદરા મ્યુનિ.કોર્પોરેશને એક વર્ષમાં રખડતા ઢોર પકડવા માટે 2.75 કરોડનો ખર્ચ કર્યો

વડોદરા: શહેરમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા વર્ષે દહાડે રખડતા ઢોર પકડવા માટે અઢળક ખર્ચ કરાતો હોવા છતાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. રખડતા ઢોર પકડ્યા બાદ પશુપાલકો પોતાના પશુને છોડાવવા માટે આવતા નથી, એટલે પશુઓને સાચવવાનો ખર્ચ વધી જતો હોય છે. વડોદરા કોર્પોરેશને રખડતાં ઢોરોને પકડવા અને તેની જાળવણી કરવા છેલ્લા એક વર્ષમાં 2.75 કરોડનો અધધ ખર્ચ […]

વડોદરામાં કોર્પોરેશને ત્રણ ગેરકાયદે ધાર્મિક સ્થળો ઉપર બુલડોઝર ફેરવાયું

અમદાવાદઃ મધ્ય ગુજરાતના વડોદરા શહેરમાં ગેરકાયદે ધાર્મિક સ્થળો દૂર કરવા માટે મનપા તંત્રએ અભિયાન શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2006 બાદ વડોદરામાં ફરીથી ગેરકાયદે ધાર્મિક સ્થળ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. સોમા તલાવ, તાંદલજા અને સયાજીગંજમાં બે દરગાહ અને એક મઝારને હટાવવામાં આવી હતી. આ સમયે મેયર કેયુર રોકડિયા પણ હાજર રહ્યાં […]

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી,બપોરે સુધી સ્પષ્ટ થશે ચિત્ર

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આજે જાહેર થશે પરિણામ ભાજપ-કોંગ્રેસને પરિણામની આતુરતા અમદાવાદ : ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણીનું આજે પરિણામ જાહેર થશે, આજે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ચૂંટણીમાં કોણે બાજી મારી છે. 5 ઓક્ટોબરે મંગળવારે સવારે 9 કલાકે મતગણતરીનો પ્રારંભ થશે.સૌથી પહેલા પોસ્ટલ બેલેટ અને પછી ઈવીએમના મતની ગણતરી કરવામાં આવશે. પાટનગરમાં મતગણતરી માટે 5 જુદા-જુદા […]

અમદાવાદના 28 કોર્પોરેટરોએ હજુ પંચને ચૂંટણી ખર્ચનો હિસાબ ન આપતી કાર્યવાહીનો આદેશ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામને 123થી વધુ દિવસ વિતી ગયા છતાં,  શહેરના 28 કોર્પોરેટરોએ ચૂંટણી ખર્ચનો હિસાબ રાજ્ય ચૂંટણી આયોગને રજૂ ન કરતાં કોર્પોરેટરોની અનિયમિતતા સામે આયોગે લાલ આંખ કરી છે. રાજ્ય ચૂંટણી આયોગે  અમદાવાદ કલેક્ટરને ચૂંટણી ખર્ચનો હિસાબ નહીં આપનારા અમદાવાદ શહેરના કોર્પોરેટરો સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યો છે. મુખ્યત્વે, ચૂંટણી ખર્ચની વિગતો […]

સુરતમાં પ્લાસ્ટીક વેસ્ટનો કરાયો બેસ્ટ ઉપયોગઃ મનપાએ બનાવ્યાં પ્લાસ્ટીકના રસ્તા

અમદાવાદઃ ભારત સહિત સમગ્ર દુનિયા હાલ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે. તેમજ પ્રદુષણને ઘટાડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરત પાલિકાએ કચરામાંથી નીકળતા પ્લાસ્ટીક વેસ્ટનો રસ્તા બનાવવામાં ઉપયોગ કરીને તમામને ચોંકાવી દીધા છે. ચોમાસામાં વરસાદમાં ડામરના રસ્તા ધોવાઈ જવાની ફરિયાદો ઉઠતી હતી. જો કે, પ્લાસ્ટીકના કચરાના ઉપયોગથી બનાવાયેલા રસ્તા લાંબા ચાલવાની […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂટણી મુલત્વી રહેતા જુના પદાધિકારીઓએ સત્તા સંભાળી

ગાંધીનગરઃ શહેરમેં કોરોનાના સંક્રમણને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની તા. 18મીએ યોજાનારી ચૂંટણી મુલત્વી રાખવામાં આવતા વર્તમાન બોડીના તમામ નગરસેવકોને ચૂંટણીની નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી જીવતદાન મળી ગયું છે , મેયર સહિતના પદાધિકારીઓએ પોતાની જમા કરાવેલી ગાડીમાં પાછા હરી ફરી શકે અને પોતાની ગ્રાન્ટના અધૂરા કામો યુદ્ધના ધોરણે પુરા કરી શકશે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code