Site icon Revoi.in

‘શ્રીરામને એકલા બેસાડો નહીં’, રામાયણ સિરિયલની સીતાએ પીએમ મોદીને કરી ભાવુક વિનંતી

Social Share

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. દેશના મહાન શિલ્પકાર અરુમ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલ ભગવાન રામજીની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. કુલ ત્રણ મૂર્તિમાંથી આ મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. જેની જાણકારી કેંન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપી હતી. 22 જાન્યુઆરીએ અયોધઅયામાં ભગવાન રામજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેમા દેશની પ્રખ્યાત હસ્તીઓ આવશે. રામાનંદ સાગરની રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાનું નામ પણ આ યાદીમાં સામેલ છે. દીપિકા ચિખલિયા ખાસ અતિથિ તરીકે રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ અપીલ કરી છે.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. દીપિકા ચિખલિયાએ પોતાનો ઉત્સાહ જાહેર કરીને કહ્યું, ‘આ દિવસ મારા માટે ખૂબ જ ઐતિહાસિક છે. મારા માટે આનો અર્થ ઘણો છે કેમ કે 500 વર્ષ પછી ભગવાન રામ અયોધ્યા આવી રહ્યા છે. પોતાના ઘરમાં આવી રહ્યા છે. મારા વિશે બધાને ખબર છે કે હું કેટલી રામમયી છું. હુ ભગવાન રામમાં ખૂબ વિશ્વાસ રાખુ છુ. મે માતા સીતાનો રોલ કર્યો છે. એટલા માટે આ ક્ષણ મારા માટે વધૂ ભાવૂક બનવાની છે. આ મારા સાથે સમગ્ર દેશ માટે ગર્વનો દિવસ હશે.’

મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રમ મળ્યા પછી દીપિકા ચિખલિયાએ કહ્યું કે, મને લાગતુ ન હતુ કે મને આમંત્રણ મળશે. હું આના માટે બિલકુલ તૈયાર ન હતી. જ્યારે મને RSS કાર્યાલયથી ફોન આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, તમે અમારા માટે અને સમગ્ર દેશ માટે સીતીજી છો. તમારું ત્યા હોવું જરુરી છે. એટલા માટે અમારું આમંત્રમ સ્વિકાર કરો.