Site icon Revoi.in

જો પહેલીવાર મેકઅપનો ઉપયોગ કરી રહ્યા હોવ તો ન કરતા આ ભૂલ

Social Share

સુંદરતા અને સ્ત્રીનો એવો સંબંધ છે કે દરેક સ્ત્રી દરેક વસ્તુ વગર ચલાવી શકે છે પરંતુ તે પોતાની સુંદરતામાં કોઈ બાંધછોડ કરી શક નહી, સુંદર બનવું તે સ્ત્રીનો પહેલો ગુણ છે તે પણ કહી શકાય, આવામાં જે દિકરી મેકઅપનો ઉપયોગ પહેલીવાર કરવા જઈ રહી હોય તેણે કેટલીક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.

જાણકારી પ્રમાણે મેકઅપ કરતા પહેલા ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવવાનું ભૂલશો નહીં. આ માટે તમારી મેકઅપ કીટમાં સારી ગુણવત્તાનું મોઈશ્ચરાઈઝર હોવું જરૂરી છે. તમે તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે સારી બ્રાન્ડનું મોઈશ્ચરાઈઝર ખરીદી શકો છો. આ ઉપરાંત મોઈશ્ચરાઈઝર લગાવ્યા બાદ ત્વચા પર ટોનર લગાવો. તેનાથી તમારા ચહેરા પર પરસેવો નહીં આવે. ઉપરાંત, તમારી ત્વચાને મેકઅપ ઉત્પાદનોના રસાયણોથી અસર થશે નહીં.

આંખોની સુંદરતા વધારવા માટે આંખોમાં કાજલ લગાવવાનું ભૂલશો નહીં. આ માટે તમે બજારમાંથી વોટર પ્રૂફ કાજલ ખરીદી શકો છો. તે જ સમયે, જો તમે લાઇટ મેકઅપ કરી રહ્યા છો, તો કાજલને વધુ પડતી કાળી કરવાનું ટાળો. ચહેરાની સુંદરતા વધારવા માટે લીપસ્ટીક તો કેમ ભુલાય ? હોઠને સુંદર દેખાડવા માટે, પહેલા બેબી ઓઇલ કે મોઈશ્ચરાઈઝર લગાવો જેથી લીપસ્ટીકના સરાયણો સીધો હોઠ પર ન લાગે અને હોઠ કાળા થવાથી બચે, ત્યાર બાદ તમારા આઉટફિટને અનુરૂપ લાગે તેવી સુંદર લીપસ્ટીક લગાવો.

ઉલ્લેખનીય છે કે આ માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.