Site icon Revoi.in

લિપસ્ટિકનો ન કરો વધારે પડતો ઉપયોગ, સાબિત થઈ શકે છે હાનિકારક

Social Share

સુંદર દેખાવવું જરૂરી છે. આ વાત તો સૌ કોઈને ખબર હશે પણ સુંદર દેખાવવા માટે કોઈ પણ પ્રકારનું જોખમ લેવું જોઈએ નહીં જે વાત કેટલાક લોકોને ખબર હોતી નથી. જાણકારી અનુસાર લિપસ્ટિકનો વધારે ઉપયોગ કરવાથી ક્યારેક તે હાનિકારક સાબિત થઈ શકે છે.

વાસ્તવમાં લિપસ્ટિકમાં સીસું હોય છે, જે ન્યુરોટોક્સિન છે અને સૌથી પરેશાનીની વાત એ છે કે હોઠ આપણા શરીરનો એક એવો ભાગ છે, જ્યાંથી કોઈપણ વસ્તુ સીધી શરીરમાં પ્રવેશી શકે છે, એટલે કે જો લિપસ્ટિકમાં સીસું હોય તો હોઠ તેને સરળતાથી શોષી લે છે. એક અભ્યાસ અનુસાર જ્યારે કોઈ મહિલા લિપસ્ટિક લગાવે છે અને પછી તેને દિવસમાં 2થી 4 વખત લગાવે છે, ત્યારે તે દિવસમાં ઓછામાં ઓછું 87 મિલિગ્રામ લિપસ્ટિક શોષી લે છે.

કોસ્મેટિક ફિઝિશિયનના કહેવા પ્રમાણે ‘જો કોઈ મહિલા રોજ લિપસ્ટિક લગાવતી હોય તો તે તેના માટે ચિંતાનો વિષય છે અને તેણે સાવધાન રહેવું જોઈએ. લાલ અને શ્યામ લિપસ્ટિકમાં ધાતુઓ વધુ હોય છે. લિપસ્ટિક લગાવ્યા પછી વારંવાર હોઠને ચાટવાથી અથવા લાંબા સમય સુધી ટકી રહેલો રંગ લગાવવાથી ઘણું નુકસાન થઈ શકે છે.

Exit mobile version