Site icon Revoi.in

શું તમને રાત્રે બરાબર ઊંઘ નથી આવતી? તો અપનાવો આ ઘરેલું અને આયુર્વેદિક ઉપાય

Social Share

આજકાલના દોડધામ વાળા જીવનમાં કેટલાક લોકોને સુવા માટેનો પણ સમય હોતો નથી. આવા લોકોને આગળ જતા અનેક પ્રકારની બીમારીઓ થવાની સંભાવનાઓ રહેલી હોય છે. ઊંઘને લઈને ઈન્સોન્મનિયા કરીને પણ બીમારી છે જે થવાથી વ્યક્તિની ઊંઘ જતી રહી છે અને પછી તેને સુવા માટેની પણ ગોળી કે દવા ખાવી પડતી હોય છે. તો હવે આ પ્રકારની સમસ્યાથી બચવાના ઘરેલું ઉપાય છે.

જો સારી અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી હોય તો કેફિન અને ખાંડનું સેવન ઓછું કરવુ જોઈએ. કારણ કે તે વસ્તુઓ તમારી ઊંઘને મારી નાખે છે તેથી બપોર પછી આ વસ્તુઓનું સેવન ટાળવુ જોઈએ. સારી ઊંઘ માટે એક ગ્લાસ ગરમ દૂધ સાથે એક ચતુર્થ ભાગની ચમચી જાયફળ મેળવીને પીવો. જો તમારા શરીરનો પ્રકાર પિત્ત છે તો તમે દૂધમાં શતાવરી ઉમેરી શકો છો. કફ બોડી ટાઇપવાળા લોકો હળદર ઉમેરી શકે છે અને વાત બોડી ટાઇપવાળા લોકો દૂધમાં લસણ ઉમેરી શકે છે.

તેલ મસાજ એ નર્વસ સિસ્ટમને શાંત કરવાની એક સરસ રીત છે જે સારી ઊંઘ તરફ દોરી જાય છે. માથા અને પગ પર ભૃણરાજ તેલ સાથે માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે. સૂવાના ઓછામાં ઓછા એક કલાક પહેલાં, મોબાઇલ, લેપટોપ, ટીવી વગેરે જેવા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને બંધ કરી ડો. આ નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરશે અને તમે આરામથી સૂઈ શકશો.

સારી નિંદ્રા માટે કેટલીક આયુર્વેદિક ઔષધિઓ છે. કેટલીક વનસ્પતિઓ જેમ કે અશ્વગંધા, તાગર અને શંખપુષ્પી તમારી ચેતાને આરામ આપે છે, જે તમને સારી રીતે સૂવામાં ઊંઘ એ મોટી સમસ્યા છે. તમારા રોજીંદા જીવનમાં નજીવો બદલાવ પણ તમારા સ્વસ્થ અને સારી ઊંઘ પર અસર પાડી શકે છે.