સૈનિકોના સારા સ્વાસ્થ્ય માટે વધુને વધુ ‘શ્રી અન્ન’ (બાજરી) અને આયુર્વેદનો ઉપયોગ કરવો જોઈએઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. ગૃહ મંત્રીએ દળના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને સીઆરપીએફની કામગીરી અને વહીવટી કાર્યક્ષમતાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ સહિત ગૃહ મંત્રાલય (એમએચએ)ના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. […]