Site icon Revoi.in

વૈષ્ણોદેવી મંદિરના દરવાજા ભક્તો માટે ખુલ્યાં, પ્રથમ દિવસે 13 હજાર ભક્તોએ કર્યા દર્શન

Social Share

દિલ્હીઃ કોરોના મહામારીને કારણે ભારતના અનેક ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, કોરોનાનું જોખમ ઓછું થયા બાદ અનલોકમાં ધાર્મિક સ્થળોના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા. હવે દેશના સુપ્રસિદ્ધ એવા વૈષ્ણદેવી મંદિરના દરવાજા પણ નવ મહિના બાદ ભક્તો માટે ખોલવામાં આવ્યાં છે. એટલું જ નહીં પ્રથમ દિવસે જ 13 હજારથી ભક્તોએ માતાજીના દર્શન કર્યાં હતા.

જમ્મ-કાશ્મીરમાં આવેલુ સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિર કોરોના મહામારીને પગલે ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું હતું. જો કે, હવે કોરોનાની ગાઈડલાઈન અનુસાર મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યાં છે. વૈષ્ણોદેવીની યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી છે અને દરરોજ 15 હજાર લોકોની મર્યાદા પણ નિર્ધારિત કરાઈ છે. લોકોના સતત ધસારાને જોઈ શ્રાઈન બોર્ડ દ્વારા સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કરી દેતાં દર્શનાર્થીઓને ઘણી જ રાહત પહોંચી હતી. જો કે હજુ સુધી આંતરરાજ્ય બસ સેવા શરૂ ન હોવા અને મર્યાદિત ટ્રેન હોવાને કારણે મોટાભાગના શ્રદ્ધાળુઓ અહીં પહોંચતા નથી. નવા વર્ષથી રેલવે દ્વારા વધુ પાંચ ટ્રેન શરૂ કરવામાં આવશે. જેથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી શકશે.