Site icon Revoi.in

ડો. ભીમરાવ આંબેડકરની 130 મી જન્મજયંતિ,પીએમ મોદી-રાષ્ટ્રપતિ કોવિંદએ કર્યા નમન 

Social Share

દિલ્હી :દેશના સંવિધાનના રચેતા ડૉ.બાબા સાહેબ આંબેડકરની આજે 130 મી જન્મજયંતિ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પણ તેમને નમન કર્યા છે. વડાપ્રધાન મોદીએ તેમને યાદ કરતા કહ્યું કે, ડો.બાબા સાહેબ આંબેડકરનો સંઘર્ષ તમામ પેઢી માટે  પ્રેરણાદાયક રહેશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પણ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ભારતીય સંવિધાનના પ્રમુખ શિલ્પી બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ. તેમણે સમાજને સમતૂલપુર્વક બનાવવા માટે આજીવન સંઘર્ષ કર્યો. એમના આદર્શમાંથી આપણે પણ તેમના સિદ્ધાંતોમાંથી શીખવાનો પ્રણ લઈએ.

14 એપ્રિલ 1891 ના રોજ જન્મેલા બાબાસાહેબની આ વર્ષે 130 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તેમણે સમાજમાં જાતિ વ્યવસ્થા અને ગેરવર્તનને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું માનવું હતું કે, તમામ જાતિના લોકોને સમાન અધિકાર મળવો જોઈએ જેથી કોઈ પણ રીતે ભેદભાવ ન થાય. તેમણે તેમના જીવનકાળ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ હિલચાલમાં પણ ભાગ લીધો.

દેવાંશી