Site icon Revoi.in

ડો. કમલેશ ઉપાધ્યાયને હટાવવામાં નહીં આવે તો બીજે મેડિકલમાં વિદ્યાર્થીઓ કાલથી હડતાળ પર જશે

Social Share

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજના તબીબ ડો. કમલેશ ઉપાધ્યાયની સામે ઉગ્ર આંદોલન કરી રહેલા જુનિયર ડોક્ટર્સ એસોસિએસન (જેડીએ) દ્વારા તેમની સામે કડક પગલા ભરવાની માંગણી ઉગ્ર બનાવી છે. છેલ્લા ઘણા વખતથી ડો.કમલેશ ઉપાધ્યાયને હટાવવાની માગ કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર તરફથી કોઈ કાર્યવાહી ન કરાતા હવે જુનિયર ડોક્ટર એસો.એ આવતા કાલ તા. 1લી ફ્રેબ્રુઆરીથી હડતાળની ચીમકી આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બી.જે મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ મેડિસીન વિભાગના જો કમલેશ ઉપાધ્યાયની કાર્યરીતિનો વિરોધ કરી રહ્યા છે. ઘણા સમયથી ડો. ઉપાધ્યાયને બદલવાની માગ કરવામાં આવી રહી છે. પરંતુ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. ડો. કમલેશ ઉપાધ્યાય વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી પણ આપી રહ્યાનો તબીબી વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે. જુનિયર ડોક્ટર્સ એસોસિએસને બી જે મેડિકલના પીજી ડાયરેક્ટર અને ડીન સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે,ડો. ઉપાધ્યાયની સામે અત્યાચાર સામે સતત 18 દિવસના વિરોધ પ્રદર્શન બાદ પણ આજ દિન સુધી હેલ્થ વિભાગના ઉપરી અધિકારીઓને જાણ કર્યા પછી પણ તેમના દ્વારા કોઈ પગલા લેવાયા નથી. હવે રેસિડેન્ટ ડોક્ટર્સની સહનશીલતાની પરાકાષ્ઠા આવી ગઈ છે.

જુનિયર ડોક્ટર્સ એસોએ જણાવ્યું છે. કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉપરી અધિકારીઓ તરફથી કોઈ પગલા નહીં ભરાય તો પહેલી ફેબ્રુઆરીએ રેસિડેન્ટ ડોક્ટર્સ ઓપીડી ડ્યૂટીથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરવા કમને મજબૂર બનીશું. અમે રેસિડેન્ટ ડોક્ટર્સ દર્દીઓને હાલાકી ના પડે તે ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર, કોવિડ સારવાર ચાલુ રાખીશું. અમને આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી તરફથી હકારાત્મક જવાબની અમને અપેક્ષા છે.’