Site icon Revoi.in

દુશ્મન વિમાનને 70 કિલોમીટર દૂરથી ઉડાવી દેશે મિસાઈલ અસ્ત્ર, ડીઆરડીઓએ કર્યું સફળ પરીક્ષણ

Social Share

ડીઆરડીઓ દ્વારા મંગળવારે હવામાંથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ અસ્ત્રનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ પરીક્ષણને ભારતીય વાયુસેનાના સુખોઈ-30એમકેઆઈ યુદ્ધવિમાન દ્વારા કરવામાં આવ્યું છે.

https://twitter.com/ANI/status/1173877178926190594?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1173877178926190594&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Findia-news%2Fdrdo-today-successfully-test-fired-the-astra-air-to-air-missile

આ યુદ્ધવિમાને પશ્ચિમ બંગાળના એક એરબેઝ ખાતેથી ઉડાણ ભરી હતી.

અસ્ત્ર મિસાઈલ બીવીઆર એટલે કે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ છે.

અસ્ત્ર મિસાઈલની રેન્જ 70 કિલોમીટરની છે.

આ મિસાઈલ કોઈપણ હવામાનમાં ઉપયોગમાં લઈ શકાય તેમ છે. તેને એક્ટિવ રડાર ટર્મિનલ ગાઈડન્સ દ્વારા સજ્જ કરવામાં આવી છે.