Homeગુજરાતીદુશ્મન વિમાનને 70 કિલોમીટર દૂરથી ઉડાવી દેશે મિસાઈલ અસ્ત્ર, ડીઆરડીઓએ કર્યું સફળ...

દુશ્મન વિમાનને 70 કિલોમીટર દૂરથી ઉડાવી દેશે મિસાઈલ અસ્ત્ર, ડીઆરડીઓએ કર્યું સફળ પરીક્ષણ

  • અસ્ત્ર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ
  • અસ્ત્ર મિસાઈલની રેન્જ 70 કિલોમીટર
  • એક્ટિવ રડાર ટર્મિનલ ગાઈડન્સ દ્વારા સજ્જ

ડીઆરડીઓ દ્વારા મંગળવારે હવામાંથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ અસ્ત્રનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ પરીક્ષણને ભારતીય વાયુસેનાના સુખોઈ-30એમકેઆઈ યુદ્ધવિમાન દ્વારા કરવામાં આવ્યું છે.

https://twitter.com/ANI/status/1173877178926190594?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1173877178926190594&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Findia-news%2Fdrdo-today-successfully-test-fired-the-astra-air-to-air-missile

આ યુદ્ધવિમાને પશ્ચિમ બંગાળના એક એરબેઝ ખાતેથી ઉડાણ ભરી હતી.

અસ્ત્ર મિસાઈલ બીવીઆર એટલે કે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઈલ છે.

અસ્ત્ર મિસાઈલની રેન્જ 70 કિલોમીટરની છે.

આ મિસાઈલ કોઈપણ હવામાનમાં ઉપયોગમાં લઈ શકાય તેમ છે. તેને એક્ટિવ રડાર ટર્મિનલ ગાઈડન્સ દ્વારા સજ્જ કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular