Homeગુજરાતીગુજરાતગુજરાત યુનિ. દ્વારા રાયફલ શુટિંગ રેન્જ ખાનગી સંસ્થાને સોંપતા ABVPનો ...

ગુજરાત યુનિ. દ્વારા રાયફલ શુટિંગ રેન્જ ખાનગી સંસ્થાને સોંપતા ABVPનો વિરોધ

અમદાવાદ, 02 ઓક્ટોબર, 2026 : Protest against handing over Gujarat University’s rifle shooting range to a private institution ગુજરાત યુનિવર્સિટી વિવાદોનું પર્યાય બની ગઈ છે. પૂર્વ કૂલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળમાં લેવાયેલા નિર્ણયોમાં થયેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ હવે કબરમાંથી બહાર નિકળી રહ્યા છે. પૂર્વ કૂલપતિ નિરજા ગુપ્તાએ 200 કરોડની જગ્યા પર બનાવેલા રાયફલ શૂટિંગ રેન્જ સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને પધરાવી દીધી હતી. તત્કાલિન સમયે ભારે વિરોધ થતાં પૂર્વ કુલપતિએ  ટેન્ડર રદ કર્યા હોવાનો દાવો કર્યો, પરંતુ હકીકતમાં આ ટેન્ડર અને MOU આશિષ અમીનની દ્રોણાચાર્ય એકેડેમી ઓફ શૂટિંગ એન્ડ આર્ચરીને સોંપી દેવામાં આવી હતી. 200 કરોડની જગ્યા પર 37 કરોડનો ખર્ચ કરીને બનાવેલી બિલ્ડિંગમાં કરોડોની સાધન સામગ્રી યુનિવર્સિટીના પૈસા લાવી ખાનગી કંપનીને સોંપી દેવાતા ફરીથી વિવાદ વકર્યો છે. ABVPના કાર્યકર્તાઓ ગુરૂવારે ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં દરવાજો તોડીને યુનિવર્સિટીમાં પ્રવેશીને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ મામલે ઈન્ચાર્જ કુલપતિએ જણાવ્યું હતું કે, નિવૃત જજને તપાસ આપવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીમાં ઓગસ્ટ 2025માં રાયફલ શૂટિંગ રેન્જને લઈ વિવાદ થયો હતો. તે સમયે રાયફલ શુટિંગ રેન્જ સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને સોંપી દીધાનો આક્ષેપ થયો હતો. પરંતુ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ટેન્ડર રદ કર્યા હોવાનો દાવો કર્યો, હકીકતમાં આ ટેન્ડર અને MOU આશિષ અમીનની દ્રોણાચાર્ય એકેડેમી ઓફ શૂટિંગ એન્ડ આર્ચરીને સોંપી દેવામાં આવી હતી. 200 કરોડની જગ્યા પર 37 કરોડનો ખર્ચ કરીને બનાવેલી બિલ્ડિંગમાં કરોડોની સાધન સામગ્રી યુનિવર્સિટીના પૈસા લાવી ખાનગી કંપનીને સોંપી દેવાતા ફરીથી વિવાદ વકર્યો છે. ABVPના કાર્યકરો ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા. જ્યાં દરવાજા બંધ હતા જે તોડીને ટાવરમાં પ્રવેશ કરી ઈન્ચાર્જ કુલપતિ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. કુલપતિની ચેમ્બરમાં રજીસ્ટ્રાર પિયુષ પટેલ પણ હાજર હતા જેમની ટેન્ડર અને MOUમાં સહી હોવાથી ABVPના કાર્યકરોએ રજીસ્ટ્રારને ધમકાવ્યા હતા. રજીસ્ટ્રાર પાસે MOUના કાગળ માંગતા કાગળ મળી આવ્યા ન હતા. ABVPનો આક્ષેપ છે કે MOU આશિષ અમીને તેમની પાસે રાખી લીધો છે જે હાલમાં યુનિવર્સિટી પાસે નથી.

ABVPના નેતા પ્રિયમ ભાટીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં 275 કરોડની જમીન અને તેના પર બનેલી બિલ્ડીંગ બારોબર સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને આપી દેવામાં આવી છે. જેમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી નથી. યુનિવર્સિટીના ખર્ચે ત્યાં બિલ્ડીંગ પણ બનાવવામાં આવ્યું છે. જેથી આ તમામ MoU રદ કરવામાં આવે અને ટેન્ડર પ્રક્રિયા થઈ હોય તો તે પણ રદ કરવામાં આવે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં આવેલું દ્રૌણાચાર્ય કેન્દ્ર જેમાં રાયફલ શૂટિંગની કાર્યવાહી થાય છે એના MoU છે એ નિયમો અનુસાર નથી. ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો. એટલે ગુજરાત યુનિવર્સિટી પોતે એને ચલાવે એવો આગ્રહ છે. આ પ્રકારની ABVPએ રજૂઆત કરી હતી. ત્યારે હાલ જે પણ ટેન્ડર કે MoU હશે તે તાત્કાલિક રદ કરીએ છીએ. આ સમગ્ર મામલો પણ નિવૃત્ત જજની તપાસ કમિટીને તપાસ માટે સોંપવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular