Homeગુજરાતીગુજરાતજુના વાહન સ્ક્રેપ કરવા સામે નવા વાહન ખરીદીમાં વ્હીકલ ટેક્સમાં 50 ટકાની...

જુના વાહન સ્ક્રેપ કરવા સામે નવા વાહન ખરીદીમાં વ્હીકલ ટેક્સમાં 50 ટકાની છુટ

અમદાવાદ, 02 ઓક્ટોબર, 2026 : 50% discount on vehicle tax for purchasing new vehicles against scrapping old vehicles ગુજરાત સરકારે પ્રદૂષણ કરતા વર્ષો જુના વાહનોને સ્ક્રેપ માટે પોલીસી બનાવી છે. અને જુના વાહનોના સ્ક્રેપ માટે જુદા જુદા વિસ્તારોમાં કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયા છે. હવે જુના વાહનોના માલિકોને પ્રાત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. હવે જૂનું વાહન સ્ક્રેપમાં આપીને નવું વાહન ખરીદનાર વાહનચાલકોને મોટર વહીકલ ટેક્સમાં 50 ટકા સુધીની સીધી છૂટ મળશે. રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલા આ આદેશથી જૂના વાહનમાલિકોને નવું વાહન ખરીદવામાં મોટો આર્થિક ટેકો મળી રહેશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રવીણ માળીની દેખરેખમાં આ નિર્ણય અમલી બનાવવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ વિભાગની યાદી મુજબ, ’ભારત સ્ટેજ-1’ (BS-I) કે તેનાથી પણ જૂના મોડેલના તમામ નાના-મોટા અને ખાનગી કે કોમર્શિયલ વાહનોને આ નીતિમાં સાંકળી લેવાયાં છે. આ ઉપરાંત ’BS-II’ કેટેગરીના મધ્યમ અને ભારે માલવાહક કે મુસાફર વાહનોને પણ આ રાહતનો સીધો લાભ મળશે.

નવા નિયમ મુજબ, વાહનમાલિકે પોતાનું જૂનું વાહન સરકાર માન્ય સ્ક્રેપિંગ સેન્ટરમાં જમા કરાવીને ’સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ’ (COD) મેળવવાનું રહેશે. ત્યારબાદ જ્યારે પણ નવું વાહન ખરીદીને તેનું આરટીઓ રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે, ત્યારે આ સર્ટિફિકેટ રજૂ કરતાની સાથે જ નિયમ મુજબ ટેક્સમાં 50 ટકા સુધીની રાહત મળી જશે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહન ધારકો માટે આ નિર્ણય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સરકારે આ કરરાહતનો લાભ લેવા માટે આખરી તારીખ પણ નક્કી કરી દીધી છે.

જે મુજબ 31 માર્ચ 2027 સુધીમાં મેળવેલાં સર્ટિફિકેટ (COD) પર જ આ ટેક્સ રાહત મળવાપાત્ર રહેશે. સાથોસાથ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે એક વાહનના સ્ક્રેપિંગ સર્ટિફિકેટ પર એક જ વાર ટેક્સમાં છૂટ મળશે, એટલે કે કોઈ એક સર્ટિફિકેટનો બીજી વાર દુરુપયોગ કરી શકશે નહીં.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular