1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં નિમરિતાના મોત પર રોષઃ-ટ્વિટર પર જસ્ટિસ ફોર નિમરિતા ટ્રેંડ પર
પાકિસ્તાનમાં નિમરિતાના મોત પર રોષઃ-ટ્વિટર પર જસ્ટિસ ફોર નિમરિતા ટ્રેંડ પર

પાકિસ્તાનમાં નિમરિતાના મોત પર રોષઃ-ટ્વિટર પર જસ્ટિસ ફોર નિમરિતા ટ્રેંડ પર

0
Social Share
  • નિમરિતા મિરચંદાનીના મોતનો મામલો ગરમાયો
  • પાકિસ્તાનમાં નિમરિતાના મોતને લઈને લોકોમાં રોષ
  • શંકાસ્પદ હાલતમાં નિમરિતાનું મોત થયુ હતુ
  • નિમરિતાના ભાઈ વિશાલનું કહેવું છે કે, આ હત્યા છે
  • નિમરિતા મેડિકલના છેલ્લા વર્ષની વિદ્યાર્થીની હતી
  • ટ્વિટર પર જસ્ટિસ ફોર નિમરિતા ટ્રેંડ પર

નિમરિતા મિરચંદાની કે જે,લારકના જીલ્લામાં આવેલી બીબી અસિફા મેડિકલ કૉલેજની છેલ્લા વર્ષની વિદ્યાર્થીની હતી, જે ગતરોજ 16 સપ્ટેમ્બરની વહેલી સવારે પોતાની હોસ્ટેલના રુમના પલંગ પર મૃત પડેલી મળી હતી,તેની ગરદનને  દોરડા વડે બાઁધવામાં આવી હતી,જો કે તેનો રુમ અંદરથી બંધ હતો, ત્યારે આ બાબતે પોલીસનું કહેવું છે કે,આ હત્યા છે કે, આત્મહત્યા તે જણાવવું હાલ મુશ્કેલ છે.

નિમરિતાના મોતને મામલે બીબીસી સંવાદદાતા શુમીલા જાફરે લારકનામાં રહેમતપુરના એસએચઓ સદુલ્લા સાથે વાત કરી છે,એસએચઓએ જણાવ્યું કે,સવારે 3 વાગ્યે ડેડબૉડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે,જેથી રિપોર્ટ આવવામાં થોડો સમય લાગશે.

ટ્વિટર પર પાકિસ્તાનમાં કેટલાક લોકોનું કહેવું છે કે નિમરિતા સાથે બળાત્કારની ઘટના બની છે અને ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી છે,પાકિસ્તાનના પત્રકાર કપિલ દેવે લખ્યું છે કે, “પોલીસ આ ઘટનાની જીણવટ પૂર્વક તપાસ કરે અને પછી જણાવે કે ક્યારે અને શું થયુ હતુ”

રહમતુલ્લાએ કહ્યું કે,તપાસ માટે ઉચ્ચ સ્તરની ટીમ કાર્યરત કરવામાં આવી છે,નિમરિતાનો ફોન ફોરેન્સિક એનલિસ્ટને સોપવામાં આવ્યો છે,નિમરીતાનો રુમ અંદરથી બંધ હતો અને તેના ગળા પર ચારે બાજુ નિશાન છે હાલ આ રુમને સુરક્ષાગાર્ડની નજર હેઠળ રઆખવામાં આવ્યો છે, આ બનાવ સવારના 11 વાગ્યાનો છે,કૉલેજ વહીવટ કર્તાઓ એ નિમરિતાને હોસ્પિટલ પહોંચાડી હતી.

આ બાબતે પાકિસ્તાની પત્રકાર કપિલ દેવે પણ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી  વીડિયો શૅર કર્યો છે,તેમણે લખ્યું છે કે, “મૃત મેડીકલ વિદ્યાર્થીની નિમરિતાના ભાઈ ડોક્ટર વિશાલનું માનવું છે કે,તેમની બહેનની હત્યા કરવામાં આવી છે,તેમનું માનવું છે કે,નિમરિતા સાથે જાતિય સતામણી અથવા બ્લેકમેલની ઘટના બની છે”

એલીઝા અંસારીએ લખ્યું છે કે, “એક બીજો દિવસ અને ક બીજી ખરાબ ઘટના,મેડિકલ કૉલેજની સિક્યોરિટી ક્યા હતી,જ્યારે આ ઘટના બની,અત્યાર સુધી બિલાવલ અને કંપની તરફથી આ ઘટનાને લઈને કોઈ પણ  બયાન કેમ આવ્યું નથી”

ડોક્ટર સેફુલ્લાખાન બિલાવલ ભૂટ્ટોને ટેગ કરતા લખે છે કે,“ચંડકા મેડિકલ કૉલેજમાં ક ફાઈનલ યરની વિદ્યાર્થીની પોતાની હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી આવી છે,મહેરબાની કરી ને આ વિષે તપાસ કરવામાં આવે”

બુશરા બિયાએ લખ્યું છે કે, “સિંધના અંતરિયાળ વિસ્તારોમાં શું થઈ રહ્યું છે?” ઇમરાન ખાન આ યુવતીને ન્યાય અપાવો.

એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ, હોસ્ટેલની યુવતીઓએ નિમરિતાના રુમનો દરવાજો ખખડાવ્યો હતો પણ જો કોઈ જવાબ ન મળતા શંકા ગઈ હતી. હોસ્ટેલના ગાર્ડે તે રુમનો દરવાજો તોડ્યો ત્યારે અંદર પ્રેવશ કરી શકાયો. લરકાનાના જીઆઈજી ઇરફાન અલી બલોચે આ ઘટનાની તપાસની જવાબદારી એસએસપી મસુદ અહેમદ બંગેશને સોંપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code