Site icon Revoi.in

પલકવારમાં દુશ્મનના ઠેકાણાને નષ્ટ કરશે બ્રહ્મોસ મિસાઈલ, ઓડિશામાં કરાયું વિશેષ પરીક્ષણ

Social Share

ડીઆરડીઓએ સોમવારે ઓડિશાના તટ પરથી જમીન પર પ્રહાર કરવા માટે સક્ષમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.

આ પહેલા ડીઆરડીઓએ આંધ્રપ્રદેશના કર્નૂલમાં ફાયરિંગ રેન્જ પરથી મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું.

મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ પ્રણાલીનું આ ત્રીજું સફળ પરીક્ષણ હતું. તેનાથી ભારતીય સેનાની ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલની આવશ્યકતાઓ માટે વિકસિત કરવામાં આવી રહી છે.