Site icon Revoi.in

અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે સુવિધા ઊભી કરાઈ

Social Share

અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો છઈ રહ્યો છે, સાથે જ મત્યુઆંક પણ ઘટ્યો છે. બીજીબાજુ લોકો વેક્સીન લેવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અનેક વિસ્તારોમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. આવતીકાલ ગુરૂવારથી જોધપુર વોર્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરાશે. તંત્રએ વેક્સિન લેનારા માટે નિયમમાં ફેરફાર કર્યો છે. જેમાં હવે વેક્સિનનો બીજો ડોઝ 42 દિવસ પછી આપવામાં આવશે.

અમદાવાદમાં પોતાના વાહન, રિક્ષા કે કારમાં આવીને બેઠા બેઠા જ કોવિડ રસી મેળવી શકાય છે. શહેરના ડ્રાઈવ ઈન સિનેમા, નિકોલ વિસ્તાર, સરદાર સ્ટેડિયમ બાદ હવે આવતીકાલ ગુરૂવારથી જોધપુર વોર્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ થવા જઈ રહ્યું છે. જોધપુરમાં એએમસી પ્લોટ, ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ પાછળ, સાંઈબાબા મંદિર પાસે આ ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરવામાં આવશે.

શહેરના ડ્રાઈવિંગ થિયેટરમાં શરૂ થયેલા ડ્રાઇવ થકી વેક્સિનેશનનો આજે ત્રીજો દિવસ છે. આજે અંદાજિત 400 થી વધુ ગાડીઓની લાઈનો થિયેટરની બહાર લાગેલી જોવા મળી છે. લગભગ દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળી છે. જે બતાવે છે કે, વેક્સિનને લઈને શહેરીજનોમાં જાગૃતિ આવી છે. બીજી તરફ, ડ્રાઈવિંગ થિયેટર ખાતે વેક્સિન લેવા આવનારા લોકોને કડવો અનુભવ થયો હતો.

વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ 28 દિવસ બાદ બીજો ડોઝ લેવાનો તે નિર્ણય તંત્ર દ્વારા રાતોરાત બદલી દેવાયો છે. પહેલા ડોઝના 42 દિવસ બાદ બીજો વેક્સિનેશનનો ડોઝ આપવાનો નિર્ણય તંત્ર તરફથી લેવાયો છે. સવારથી લાઈનમાં ઉભેલા લોકોને વેક્સિન બૂથ પર પહોંચે ત્યારે આ નિર્ણય અંગે જાણ કરવામાં આવે છે. આ કારણે વેક્સિન લેવા આવનારા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Exit mobile version