Site icon Revoi.in

કચ્છના દરિયાકિનારે વધુ એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, એનસીબીની તપાસમાં ખુલાસો

Social Share

અમદાવાદઃ ગુજરાતનો દરિયા કિનોરો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગસમાન બન્યો હોવાનું લાગી રહ્યું છે. ફરી એકવાર કચ્છમાંથી વિદેશી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એનસીબીએ મુદ્રા પોર્ટમાં તપાસ કરીને અમેરિકન ટ્રગ્સ તરીકે ઓળખાતા મેરિજુઆ તરીકે ઓળખાય છે. પોલીસ તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુન્દ્રા પોર્ટ ઉપર એનસીબીએ મોટી કાર્યવાહી કરી હતી. એનસીબીએ બાતમીના આધારે વિદેશી ડ્રગ્સનો  જથ્થો ઝડપી લીધો છે. સ્ક્રેપ કારના કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવીને લવાયું હતું. એનસીબીએ અમેરિકન ગાંજા તરીકે ઓળખાતા મેરિજુઆનાના 90 પેકેટ જપ્ત કર્યા હતા. હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં મેરિજુઆના ડ્રગ્સ લેવાતું હોવાનું માલુમ પડ્યું છે. દિલ્હી એનસીબી દ્વારા ગુજરાતમાં પ્રથમવાર કામગીરી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય ડ્રગ્સ માફિયાઓના સોફ્ટ ટાર્ગેટમાં હોવાના NCB ના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

સાઉથ બાદ હવે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા સક્રિય થતા સેન્ટ્રલ એજન્સીઓની ચિંતા વધી છે. ગુજરાતની દરિયાઈ સીમા માદક પદાર્થોની હેરાફેરી માટે કુખ્યાત બની રહી છે. દરમિયાન કચ્છના મુન્દ્રા બંદરેથી એક કન્ટેનરમાંથી વિદેશી ગાંજો મળી આવ્યો છે. કચ્છના મુન્દ્રા બંદરેથી નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો -દીલ્હી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કન્ટેનર ઉપર માલ્ટા દેશનો ફ્લેગ લગાવાયો હતો. હરિયાણાના સોનીપત માટે આ જથ્થો લઇ જવાતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Exit mobile version