Site icon Revoi.in

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી થવાના કારણે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના દર્શનની સેવા બંધ કરાઈ

Social Share

લખનૌઃ- રામનગરી અયોધ્યામાં થોડા સમય અગાઉ હિલિકોપ્ટર સેવાનો આરંભ કરાયો હતો જદેથી કરીને ભક્તો મંદિર સુધી દર્શન કરવા માટે સરળતાથી જઈ શકે જો કે યાત્રીઓની સંખ્યા ઘટતા આ સેવા બંધ કરવામાં આવી છે.

અયોધ્યા આવતા પર્યટક રામ નગરીના દર્શન આકાશ માર્ગે કરી શકે તે હતુંથી અયોધ્યામાં યુપી ટુરિઝમ શ્રેષ્ઠ સુવિધા શરૂ કરી જેમાં હેલિકોપ્ટર સુવિધા 29 માર્ચથી  શરૂ કરવામાં આવી આ સેવાનો લાભ  સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ લઈ શકતા હતા જો કે હવે સંખ્યામાં ઘટાડો જોતા સેવા બંધ કરી દેવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ અને હેરિટેજ એવિએશનના મેનેજર રવિકાંતે જણાવ્યું હતું કે શ્રી રામની નગરી અયોધ્યામાં ચૈત્ર રામ નવમીના મેળામાંથી ભક્તોને હેલિકોપ્ટર દ્વારા ચાલી રહેલા મંદિર નિર્માણને જોવા માટે લઈ જવામાં આવી રહ્યા હતા જો કે તેની સંખ્યા ઓછી નોંધાઈ હતી.

રામનગરીના એરિયલ વ્યૂની આ ટ્રાયલ 15 દિવસ સુધી શરૂ કરવામાં આવી હતી. એવી ધારણા હતી કે દરરોજ 250-300 લોકો રામનગરીનું હવાઈ નજારો  માણશે  પરંતુ ભક્તોની સંખ્યા ઓછી હોવાથી તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.