Site icon Revoi.in

અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે દરિયો બન્યો ગાંડોતુર, માછીમારોને દરિયા ન ખેડવા અપાઈ સૂચના

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અનેક શહેરો અને નગરોમાં વરસાદ વરસ્યો છે. જો કે, આજે અમદાવાદમાં ઉઘાડ નીકળ્યો હતો. જો કે, હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે દરિયો ગાંડોતુર બન્યો છે. તેમજ જાફરાબા0દ બંદર ઉપર 10 ફુટ જેલા ઉંચા મોજા ઉછળ્યાં હતા.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે દરિયો વધારે તોફાની બનવાની શકયતા છે. જેથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે તાકિદ કરવામાં આવી છે. દરમિયાન જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

11 ઓગસ્ટેના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 12 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં ભારે વરસાદની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે ધોધમાર વરસાદ વરસ્યો છે જેના પરિણામે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યના જળાશયોમાં 70 ટકાથી વધારે નવા પાણીનો સંગ્રહ થયો છે.