Site icon Revoi.in

લગ્નસરાની સીઝનને કારણે ફુલોની માગમાં વધારો, ગુલાબ અને મોગરાના ફુલોની ડિમાન્ડ વધી

Social Share

અમદાવાદઃ ઉત્તરાણ બાદ કમુર્તા ઉતરતા હાલ લગ્નસરાની મોસમ ખાલી ઊઠી છે. મહાનગરોથી લઈને નાના શહેરોમાં પણ પાર્ટીપ્લોટ્સ, મેરેજ હોલ બુક થઈ ગયા છે. લગ્નસરાની સિઝનને કારણે ફૂલોની માગ વધી ગઈ છે. લગ્ન પ્રસંગે લોકો અવનવા ફૂલોના હાર, ગજરા, બુકે તેમજ કાર શણગારવામાં વિવિધ ફૂલોનો ઉપયોગ થતો હોય છે. ત્યારે ફુલોની માગમાં વધારો થતાં તેના ભાવમાં પણ વધારો થયો છે.

અમદાદ સહિત મહાનગરોમાં હાલ લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી છે. ત્યારે બજારમાં ફૂલોની માંગ પણ વધી છે. લગ્ન પ્રસંગે લોકો વિવિધ હાર માટે ફુલોનો વેપાર કરતા વેપારીઓને  ઓર્ડર આપતા હોય છે. ફુલબજારમાં હાલ તેજી જોવા મળી રહી છે. ફૂલોની ખેતી કરતા ખેડુતો અને ફૂલ, હારની દુકાન ધરાવતા વેપારીઓ લગ્નની સીઝનમાં સારી કમાણી કરી રહ્યા છે. હાલ બજારમાં ગુલાબ, ગલગોટા, મોગરો, ઝરબેરા, સફેદ લીલી, ગુલાબી લીલી તેમજ વિવિધ ફૂલોની માગ બજારમાં વધી છે. લગ્નની સિઝન ચાલતી હોવાથી લોકો ફુલનો હાર, ગજરો, કાર ડેકોરેશન તેમજ રૂમના શણગાર માટે વિવિધ ફૂલો ખરીદ કરી રહ્યા છે. અમદાવાદમાં જમાલપુર ફુલ બજારમાં પણ સારી ગરાકી નીકળી હાનું વેપારીઓ કહી રહ્યા છે. લાંબા સમય બાદ બજારોમાં લગ્ન ગાળાને લઈને ફૂલોની માગ વધી છે. બજારમાં અવનવા ફૂલો આવતા હોવાથી લોકો વિવિધ ફૂલોના શણગાર માટે ખરીદી કરી રહ્યાં છે. હાલ લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી ફૂલોના વેપારીઓ રાત્રે મોડે સુધી ઓર્ડરના કામ કરી રહ્યા છે.

ફુલોના વેપારીઓના કહેવા મુજબ અમદાવાદમાં હાલ ધોળકા, ખેડા તેમજ વડોદરા જિલ્લામાંથી ફુલો વેચાણ માટે આવી રહ્યા છે. ઉપરાંત બજારમાં વિવિધ ફૂલોની માગ વધતા ફૂલોના વેપારીઓ નાસિક, અને મુંબઈથા વિવિધ ફૂલો મંગાવીને લોકોના ઓર્ડર પ્રમાણે કામ કરી રહ્યા છે, ત્યારે હાલ લગ્નની સિઝન સારી હોવાથી ફૂલોના વેપારીઓને વેપાર પણ સારો થાય છે.  લગ્નની સિઝન શરૂ હોવાથી લોકો અવનવા હાર વિવિધ શણગાર માટે ફૂલ બજારમાંથી ફૂલો લઈ જાય છે, ત્યારે આ વર્ષે લગ્નગાળો સારો હોવાથી ફુલના વેપારીઓને વેપાર પણ સારો થાય છે અને આ વેપારથી ફૂલના વેપારીઓ પણ ખૂબ જ ખુશ છે.