Site icon Revoi.in

પાલનપુરમાં માલણ દરવાજા નજીક ડમ્પિંગ સાઈટ ભૂતકાળ બનશે, કચરાંનો ડૂંગર 30 ટકા હટાવાયો

Social Share

પાલનપુરઃ  શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઈટ પર વર્ષોથી કચરો ઠાલવવામાં આવતો હોવાથી કચરાનો મસમોટો ડુંગર ખડકાયો હતો. દરમિયાન છેલ્લા ઘણા સમયથી કચરાના દૂર્ગંધ મારતા ડુંગર સામે આજુબાજુના રહિશોનો વિરોધ ઊભો થયો હતો. એટલું જ નહીં માલણ દરવાજાથી ગાંમડા તરફનો રસ્તો જતો હોવાથી ગ્રામ્યજનોએ પણ આ ડુંગર હટાવી લેવાની માગ કરવામાં આવી હતી. આખરે   ગત માર્ચથી લેગસી વેસ્ટ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અને નગરપાલિકા દ્વારા વર્ષો જૂની ડમ્પિંગ સાઇટને ખાલી કરવા માટે મશીનરી મૂકવામાં આવતાં શરૂઆતના પાંચ મહિનામાં જ 2.67 લાખ ટન કચરામાંથી અંદાજે 80 હજાર ટન કચરો સાફ કરવામાં આવ્યો છે. એટલે કે 30 ટકા કચરો હટાવાયો છે.

પાલનપુર શહેરના માલણ દરવાજા નજીક વર્ષોથી શહેરમાંથી એકત્ર થતાં કચરાને ઠાલવવામાં આવતો હતો. અને વર્ષો બાદ કચરાનો મોટો ડૂંગર ઊભો થઈ ગયો હતો. દરમિયાન છેલ્લા ઘણા સમયથી કચરાના દૂર્ગંધ મારતા ડુંગર સામે આજુબાજુના રહિશોનો વિરોધ ઊભો થયો હતો. એટલું જ નહીં માલણ દરવાજાથી ગાંમડા તરફનો રસ્તો જતો હોવાથી ગ્રામ્યજનોએ પણ આ ડુંગર હટાવી લેવાની માગ કરવામાં આવી હતી. નગરપાલિકાના સત્તાધિશોને પણ આ સંદર્ભે વારંવાર રજુઆતો કરાયા બાદ આખરે ગત માર્ચ મહિનામાં કચરાનો ડૂંગર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને પાંચ મહિનામાં જ 80 હજાર ટન કચરો હટાવી દેવામાં આવ્યો છે. એટલે કે, 30 ટકા કચરાનો નિકાલ કરી દેવાયો છે. જોકે, એજન્સી દ્વારા બાકીનો કચરો ઝડપથી સાફ કરવા માટે ખાલી થયેલી દોઢસો મીટર જગ્યામાં નવું મશીન ઇન્સ્ટોલ કરાઇ રહ્યું છે. જે 25 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે અને આગામી જાન્યુઆરી મહિના સુધીમાં 2.67 લાખ ટન કચરો સાફ કરી દેવાનો લક્ષાંક રખાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા 80 હજાર ટન કચરો સાફ થયો છે. તેમાંથી 12 થી 15 ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટ નીકળ્યો હતો. જ્યારે મોટી માત્રામાં માટી નીકળી હતી. જે આસપાસના ખેતરોમાં પુરાણ કરવા માટે ખેડૂતો લઈ જઈ રહ્યા છે. એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં 17 કલાક મશીન ચાલે છે. જેના લીધે આટલી માત્રામાં કચરો સાફ થઈ શક્યો છે. 500 ટનનું નવું મશીન આવી જવાથી આ કામગીરી વધુ ઝડપથી આટોપી લેવાશે.