1. Home
  2. Tag "Dumping site"

પાલનપુરમાં માલણ દરવાજા નજીક ડમ્પિંગ સાઈટ ભૂતકાળ બનશે, કચરાંનો ડૂંગર 30 ટકા હટાવાયો

પાલનપુરઃ  શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઈટ પર વર્ષોથી કચરો ઠાલવવામાં આવતો હોવાથી કચરાનો મસમોટો ડુંગર ખડકાયો હતો. દરમિયાન છેલ્લા ઘણા સમયથી કચરાના દૂર્ગંધ મારતા ડુંગર સામે આજુબાજુના રહિશોનો વિરોધ ઊભો થયો હતો. એટલું જ નહીં માલણ દરવાજાથી ગાંમડા તરફનો રસ્તો જતો હોવાથી ગ્રામ્યજનોએ પણ આ ડુંગર હટાવી લેવાની માગ કરવામાં આવી હતી. આખરે […]

પાલનપુરમાં ડમ્પિંગ સાઈટ પર કચરો ઠાલવવાની જગ્યા નથી, એજન્સીએ કચરો ઉપાડવાનું બંધ કર્યું

પાલનપુરઃ શહેરમાં નગરપાલિકા દ્વારા શહેરમાંથી કચરો એકઠો કરીને ડમ્પિંગ સાઈટ પર ઠાલવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલ ડમ્પિંગ સાઈટ પર કચરાના ડૂંગર ખડકાઈ ગયા છે. અને સ્થિતિ એવી ઊભી થઈ છે. કે. હવે કચરો ઠાલવવાની જગ્યા જ બચી નથી. તેથી ડોર ટુ ડોરનું કચરો એકઠો કરવાનું કામ કરતી એજન્સીએ હથિયારો હેઠા મૂક્યા હોય એમ તમામ […]

કચરાથી કંચનઃ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ ઉપર નિર્માણ પામ્યું જડેશ્વર વન

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ‘ ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક 8.5 હેક્ટર વેસ્ટ લેન્ડ કે જ્યાં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો. આ 8.5 હેક્ટરનો પ્લોટ વન વિભાગને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો, […]

પાલનપુરમાં માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઈટ હટાવવાની વર્ષો જુની માગણીનો કોઈ ઉકેલ આવતો નથી

પાલનપુરઃ શહેરમાં ડમ્પિંગ સાઈટ હટાવવાનો પ્રોજેક્ટ વર્ષોથી સરકારમાં ધૂળ ખાઈ રહ્યો છે. પાંચ વર્ષ પહેલા ડમ્પિંગ સાઈટ હટાવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત થઈ હતી. જેને સરકારે મંજૂરી આપ્યા બાદ ટેન્ડરિંગ થયું હતું. જોકે એજન્સી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી નહતી. જે બાદ ફરી નવી એજન્સી માટેની દરખાસ્ત કરવામાં આવી હતી તે પણ હજુ સરકારમાં પેન્ડિંગ છે. […]

અમદાવાદના ઓઢવની ડમ્પિંગ સાઈટ પર નિર્માણ કરાયું સાંસ્કૃતિક વન, 2.85 વૃક્ષો, ફુલછોડ વવાયા

અમદાવાદઃ રાજ્યના દરેક મહાનગરોમાં કચરાની ડમ્પિંગ સાઈટ તંત્ર માટે માથાના દુઃખાવારૂપ બનતી હોય છે. કારણ કે રોજબરોજ વધતા જતા કચરાને લીધે ડમ્પિંગ સાઈટ પર ડુંગરો ઊભા થઈ જતાં હોય છે. ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન […]

પાલનપુરમાં માલણ દરવાજા પાસે ડમ્પિંગ સાઈટ સામે શહેરીજનોનો વિરોધ, વિપક્ષે કર્યા ધરણાં

પાલનપુરઃ શહેરમાં  માલણ દરવાજાની ડમ્પિંગ સાઈટને લઈને ઘણા સમયથી લોકો વિરોધ કરી રહ્યા છે. ડમ્પિંગ સાઈટને લીધે આજુબાજુની સાસાયટીના રહિશો પણ પરેશાન છે. 20 ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે અને આ સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. અનેક વાર નગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે, પરંતુ આ ડમ્પિંગ સાઈટનો નિકાલન થતા 20 […]

અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાનો ડુંગર હટાવવાનું કામ 24 ટકા પૂર્ણ કરાયું

અમદાવાદ :  શહેરના પીરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાના ડુંગરો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પીરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાના ડુંગરને દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં 24 ટકા જગ્યા પર રહેલો કચરો પ્રોસેસ કરી જગ્યા ખાલી કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code