Site icon Revoi.in

કોમેન્ટ્રી દરમિયાન દિનેશ કાર્તિકે મજાક-મજાકમાં કરી ભૂલ, સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ

Social Share

દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં દિનેશ કાર્તિક કોમેન્ટ્રી કરતા નજરે પડ્યાં હતા. આમ તેમણે પોતાની બીજી ઈનીંગ્સની શરૂઆત કરી છે. કોમેન્ટ્રીમાં પણ કાર્તિકે પોતાનો જાદુ બતાવ્યો હતો. તેમજ કાર્તિકે લોકોના દિલોમાં કોમેન્ટર તરીકે જગ્યા બનાવી લીધી છે. તેમજ તેમણે પોતાની કોમેન્ટ્રીથી દર્શકોને ખુશ કરી દીધા હતા.

કાર્તિકને ટી-20 બ્લાસ્ટમાં પણ કોન્ટ્રી કરવાની ઓફર મળી હતી. જ્યાં પણ તેઓ પોતાની આગવી સ્લાઈલથી દર્શકોના દીલ જીતવામાં સફળ રહ્યાં છે. પરંતુ કોન્ટ્રી દરમિયાન અહીં કાર્તિકે મજાક-મજાકમાં એક ભૂલ કરી દીધી હતી. જેને લઈને સોશિયલ મીડિયામાં હવે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

દિનેશ કાર્તિકે કોમેન્ટ્રી દરમિયાન એવી વાત કરી હતી કે જેનાથી પ્રશંસકો નારાજ થયાં છે અને તેમને ટ્રોલ કરી રહ્યાં છે. કોમેન્ટ્રી કરતા કાર્તિકે જણાવ્યું હતું કે, મોટાભાગના બેસ્ટમેનને પોતાનું બેટ પસંદ નથી આવતું તેઓ બીજાના બેટને વધારે પસંદ કરે છે. ત્યાર બાદ તેમણે એમ કહ્યું કે, પડોશીની પત્નીની જેમ. સોશિયલ મીડિયામાં દિનેશ કાર્તિકની કોમેન્ટ્રીનો આ વીડિયો વાયરલ થયો છે અને પ્રશંસકોએ આવી વાતો કરવા માટે ટ્રોલ કર્યાં છે. એટલું જ નહીં પડોશીની પત્નીવાળી કોમેન્ટ્રીથી મહિલા કોમેન્ટેટર પણ નારાજ થઈ છે.

દિનેશ કાર્તિકે કોમેન્ટેટરના રૂપમાં પોતાની ઓળખ ઉભી કરી છે. પરંતુ તેઓ હજુ ક્રિકેટથી દૂર નથી થયાં. તેમને આશા છે કે, ટી-20 વિશ્વ કરમાં તેમને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવે, એટલા માટે તેઓ સખત મહેનત પણ કરી રહ્યાં છે. શ્રીલંકા ગયેલી ભારતની બીજી ટીમમાં પણ કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કાર્તિકનું કેરિયર હવે ભારતીય ક્રિકેટમાં પૂર્ણ થઈ ગયું હોવાનું લોકો માની રહ્યાં છે.

(Photo- Social Media)

Exit mobile version