Site icon Revoi.in

તહેવારના સમયે મંદિરોમાં ભીડ વધી, માતા ના મઢે ભક્તોનું ઘોડાપુર

Social Share

ગત વર્ષે કોરોનાવાયરસના સંક્રમણના કારણે ઘણા લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા, અને ના તો તહેવારનો આનંદ લઈ શક્યા હતા. કોરોનાની સ્થિતિ એવી હતી કે લોકોને ઘરે રહેવા જ મજબૂર થવું પડ્યું હતું. પણ હવે આ વખતે રાહત મળતા અને તહેવારનો માહોલ જોઈને લોકો ફરવા નીકળી ગયા છે અને મંદિરોમાં લોકોની ભીડ વધારે જોવા મળી છે.

કચ્છના પ્રસિદ્ધ પર્યટન સ્થળો માતાના મઢ, રણોત્સવ, ભૂજિયા ડુંગર પર તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા.કોરોના સંક્રમણના કેસ ઘટતા રાજ્ય સરકારે પ્રવાસન સ્થળોએ અનેક છૂટછાટ આપી છે. જેથી પ્રવાસીઓએ બે વર્ષ બાદ નીડર બનીને પ્રાગમહેલ સહિતના સ્થળોએ પરિવાર સાથે ફરવાની મોજ માણી રહ્યાં છે.માંડવીના બીચ અને કચ્છના સફેદ રણમાં પણ ફરીને લોકોએ પ્રસન્નતા માણી હતી.

લાંબા સમય પછી કોરોનાને માત આપી છે અને આ બાબતે પ્રવાસીઓ પણ પોતાનો મત રજૂ કહી રહ્યા છે. આશાપુરા માતાને મઢમાં આવેલા એક પ્રવાસીએ કહ્યું કે તેઓ તેઓ ભદ્રેશ્વર, 72 જિનાલય, અન્ય જૈન તીર્થો, માતાનો મઢ, રણોત્સવ કચ્છનું રણ, કાળો ડુંગર અને માંડવી બીચ આ બધા જ સ્થળોએ પર્યટન કર્યું. તેમણે કહ્યું આ બધા જ સ્થળોએ ખુબ સારી પબ્લિક આવી રહી છે અને હવે કોઈ તકલીફ જણાતી નથી. કોરોના પછી 2 વર્ષ પછી ફરવા નીકળ્યા છીએ, અને આ કોરોનાકાળમાં બહુ જ બધું સીખવા મળ્યું છે. તેમણે કહ્યું કે ઘણા સમય બાદ પરિવાર સાથે ફરવા નીકળ્યા એનો ઘણો આનંદ છે.