Site icon Revoi.in

શ્રી અમરનાથ યાત્રાના પ્રથમ બે દિવસો દરમિયાન 32,313 યાત્રિકોએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી

Social Share

નવી દિલ્હી, 05 જુલાઈ 2026: આ વર્ષે વાર્ષિક શ્રી અમરનાથજી યાત્રા ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે શરૂ થઈ છે. યાત્રાના પ્રથમ બે દિવસોમાં 32,313 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા-તીર્થસ્થાન ખાતે દર્શન અને પૂજન કર્યા.

દરમિયાન, વાર્ષિક યાત્રા માટે યાત્રાળુઓનો ચોથો જથ્થો આજે સવારે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના થયો. આ જથ્થામાં 291 વાહનોમાં મુસાફરી કરી રહેલા 6,731 યાત્રાળુઓનો સમાવેશ થાય છે. તેમાંથી, 4,131 યાત્રાળુઓ 139 વાહનોમાં પરંપરાગત પહેલગામ માર્ગે આગળ વધી રહ્યા છે, જ્યારે 2,590 યાત્રાળુઓ 152 વાહનોમાં બાલતાલ માર્ગે જઈ રહ્યા છે.

વહીવટી તંત્રના Shri Amarnath Ji Shrine Board જણાવ્યા મુજબ, પ્રવાસીઓ માટે રહેવા, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ અને આપત્તિ વ્યવસ્થાપન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ વર્ષે ટ્રાફિક અને સુરક્ષા માટે RFID ટ્રેકિંગ Amarnath Yatra 2026 – Route, Dates and All You Need to Know પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે ભક્તો માન્ય રજિસ્ટ્રેશન પરમિટ મેળવ્યા પછી જ આગળ પ્રયાણ કરે.

વધુ વાંચો: વિદેશ મંત્રી એસ. જયશંકર આજથી 15 જુલાઈ સુધી છ દેશોની મુલાકાતે

Exit mobile version