વિદેશ મંત્રી એસ. જયશંકર આજથી 15 જુલાઈ સુધી છ દેશોની મુલાકાતે
નવી દિલ્હી, 05 જુલાઈ 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી 10 જુલાઈ સુધી કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે રહેશે. આ મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકર આ દેશોના વિદેશ મંત્રીઓ અને નેતાઓ સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ મુલાકાતનો ઉદ્દેશ્ય આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો તેમજ પ્રાદેશિક ઘટનાક્રમ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે.
ઓમાન બાદ, ડૉ. જયશંકર 13 જુલાઈએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 2028-29ની મુદત માટે ભારતની ઝુંબેશનો પ્રારંભ કરશે. ત્યારબાદ, તેઓ 14 અને 15 જુલાઈએ બ્રસેલ્સમાં ભારત-યુરોપિયન યુનિયન (EU) વેપાર અને ટેકનોલોજી પરિષદની ત્રીજી બેઠકમાં ભાગ લેશે અને યુરોપિયન યુનિયન તથા બેલ્જિયમના વિદેશ મંત્રીઓ સાથે ચર્ચા કરશે.
વધુ વાંચો: છત્તીસગઢના જાણીતા કલાકાર અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા તીજન બાઈનું નિધન


