1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મોરબીમાં મગફળીના ગોદામમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો
મોરબીમાં મગફળીના ગોદામમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો

મોરબીમાં મગફળીના ગોદામમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો

0
Social Share

મોરબી, 5 જુલાઈ, 2026 : Massive fire breaks out at a groundnut warehouse  શહેર નજીક રફાળેશ્વર GIDC નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં કાર્યરત મગફળીના ગોડાઉનમાં આગ ફાટી નિકળતા અફરા-તફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને આગનું વિકરાળરૂપ જોતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત વેર હાઉસ કોર્પોરેશનને ભાડે આપવામાં આવેલા આ ગોડાઉનમાં અંદાજે 1.59 લાખ મગફળીની બોરીઓનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે. બપોરે 3 વાગ્યે લાગેલી આગને મોડી રાતે કાબુમાં લેવામાં સફળતા મળી હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેર નજીક રફાળેશ્વર GIDC વિસ્તારમાં આવેલી મેજિક સિરામિક ફેક્ટરીનો ઉપયોગ ગુજરાત વેર હાઉસ કોર્પોરેશન દ્વારા મગફળીના સ્ટોરેજ તરીકે કરવામાં આવી રહ્યો હતો. આજે અચાનક આ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી. ગોડાઉનમાં હજારો મણ મગફળી અને શણની ગુણીઓ હોવાના કારણે આગે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે કરોડો રૂપિયાની મગફળીનો જથ્થો બળીને ખાક થઈ ગયો હોવાની આશંકા છે. આગ એટલી વિકરાળ હતી કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આસપાસના વિસ્તારોમાંથી મદદ મંગાવવી પડી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ મોરબી, રાજકોટ અને વાંકાનેરથી કુલ 7 જેટલી ફાયર ફાઈટરની ટીમો દોડી આવી હતી. ફાયરના જવાનો દ્વારા ચારેય તરફથી સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવાના સઘન પ્રયાસો કરાયા હતા. કાટમાળ અને મગફળીના જથ્થાના કારણે અંદર સુધી પહોંચવામાં ફાયર ટીમોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ વિકરાળ આગને લીધે સદભાગ્યે કોઈને જાનહાનિ કે ઈજા થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. જોકે, ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી છે કે કેમ તે અંગે સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code