નવી દિલ્હી, 05 જુલાઈ 2026: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને Donald Trump અમેરિકાના સ્વતંત્રતા દિવસની ૨૫૦મી વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન પાઠવ્યા છે. પુતિને આ અવસરે ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી અને બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક સુરક્ષા તેમજ યુક્રેન સંઘર્ષ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ક્રેમલિન અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે વાતચીત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે પુતિને અમેરિકાના સ્વતંત્રતા દિવસની 250મી વર્ષગાંઠ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન, રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને યુક્રેનમાં યુદ્ધ અંગેની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી અને લશ્કરી, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર નિયમિત સંવાદ જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો. ક્રેમલિન અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષનો વહેલો ઉકેલ બંને દેશો વચ્ચે વ્યાપક સહયોગને સરળ બનાવશે.
વધુ વાંચો: શ્રી અમરનાથ યાત્રાના પ્રથમ બે દિવસો દરમિયાન 32,313 યાત્રિકોએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી

