અમદાવાદ, 08 ઓક્ટોબર 2026: પંજાબના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક આરોપીની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) અજીત રાજિયાને જણાવ્યું હતું કે આરોપીની ઓળખ પરમિન્દર કાકા, ઉર્ફે પરમિન્દર પ્રસાદ તરીકે થઈ છે. તે ગોલ્ડી ધિલ્લોન ગેંગ સાથે સંકળાયેલો હતો અને તેણે જ ઈન્ફ્લુએન્સર પર ગોળીબાર કર્યો હતો.
મેડ સંધુ હત્યા કેસ
પંજાબના અમૃતસરના લોહારકા રોડ વિસ્તારમાં ૩ ઓક્ટોબરના રોજ જાણીતા પંજાબી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ મેડ સંધુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત વ્યક્તિ લોહારકા રોડ પર આવેલા ‘મેડ સંધુ કાર વોશિંગ સેન્ટર’ પર પોતાનું વાહન ધોવડાવવા માટે આવી હતી. આ દરમિયાન, મોટરસાઇકલ પર આવેલા બે બુરખાધારી હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો. ગુનો આચર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.
ગોળી વાગ્યા બાદ મેડ સંધુને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરી હતી.
ડીજીપી અજીત રાજિયાને જણાવ્યું હતું કે ધરપકડ અને તપાસ અંગેની વધુ વિગતો પત્રકાર પરિષદમાં આપવામાં આવશે. ડીજીપીએ કહ્યું, “જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેણે શૂટરની ભૂમિકા ભજવી હતી; તેણે જ ગોળી ચલાવી હતી અને બાઇકની વ્યવસ્થા પણ કરી હતી.”
સંધૂના કન્ટેન્ટને લઈને થઈ હતી ટીકા
મૅડ સંધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ તરીકેના તેમના કામ માટે જાણીતા હતા. તેઓ પોડકાસ્ટ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર મેકઅપ આર્ટિસ્ટ્રી અને લિંગ-સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા.
ઇન્સ્ટાગ્રામ પર મૅડ સંધુના 2,26,000 ફોલોઅર્સ હતા અને તેમણે પંજાબી ફિલ્મ ‘ઓયે ભોલે ઓયે’માં અભિનય પણ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર પોતાની આગવી કન્ટેન્ટ શૈલી અને ફેશન પસંદગીઓને કારણે સંધુએ ટીકા અને વિરોધનો સામનો પણ કર્યો હતો.
થોડા મહિના પહેલાં, એક નિહંગ શીખે તેમના સોશિયલ મીડિયા કન્ટેન્ટ અને પહેરવેશ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેમના વીડિયોની યુવાનો પર નકારાત્મક અસર પડશે.
વધુ વાંચો: CEC જ્ઞાનેશ કુમારની Z+ સુરક્ષા વધુ કડક, વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રનો નિર્ણય


