અમદાવાદ, 6 ઓક્ટોબર, 2026 : High Court Chief Justice Sunita Agarwal appointed as Supreme Court judge ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકેની નિમણૂકને ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયના ન્યાય વિભાગે સોમવારે જાહેરનામું બહાર પાડીને બહાલી આપવામાં આવી છે. જસ્ટિસ સુનિતા અગ્રવાલ પોતાનો પદભાળ સંભાળશે તે તારીખથી સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાર્યરત થશે. આ જાહેરનામું સંયુક્ત સચિવ જગન્નાથ શ્રીનિવાસન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
ભારતના રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 124ના ક્લોઝ (2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક કરી છે. જસ્ટિસ સુનિતા અગ્રવાલ પોતાનો પદભાળ સંભાળશે તે તારીખથી સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાર્યરત થશે. સોમવારે ગુજરાત હાઇકોર્ટમાં તમામ જજીસ અને સરકારી વકીલોની ઉપસ્થિતિમાં જજ સુનિતા અગ્રવાલનો વિદાય સમારંભ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટના ચીફ જજની ઓફિસિયલ નિમણૂક ન થાય ત્યાં સુધી સિનિયર મોસ્ટ જજ માનસ રંજન પાઠક એક્ટિંગ ચીફ જજ તરીકે કાર્યભાર સંભાળે તેવી શક્યતા છે.
ગુજરાત હાઇકોર્ટમાં હાલ 52 જજીસની જગ્યા સામે 33 જજીસ છે, જ્યારે 19 જગ્યા ખાલી છે. હાઇકોર્ટમાં જજીસ માટે નિવૃત્તિની ઉંમર 62 વર્ષ અને સુપ્રીમમાં 65 વર્ષ છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં સૌથી મોસ્ટ સિનિયર જજ માનસ રંજન પાઠક રહેશે. તેમની તાજેતરમાં જ ઓડિશા હાઈકોર્ટથી ગુજરાત હાઇકોર્ટમાં બદલી થઈ છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ તરીકે માનસ રંજન પાઠક અથવા અન્ય કોઈની આગામી સમયમાં સુપ્રીમની કોલેજિયમ ભલામણ કરી શકે છે. (File photo)


