1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં આજે બપોર સુધીમાં 76 તાલુકામાં પડ્યો વરસાદ, 5 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આજે બપોર સુધીમાં 76 તાલુકામાં પડ્યો વરસાદ, 5 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 76 તાલુકામાં પડ્યો વરસાદ, 5 દિવસ ભારે વરસાદની આગાહી

0
Social Share

અમદાવાદ, 5 જુલાઈ, 2026 : Rainfall recorded in 76 talukas across Gujarat by this afternoon રાજ્યમાં છેલ્લા બે દિવસથી ચોમાસાનો માહોલ જામતો જાય છે. આજે રવિવારે સવારના 6 વાગ્યાથી બપોર સુધીમાં 76 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં અમરેલીના રાજુલા તાલુકામાં 8 ઈંચ,  ખાંભામાં 5 ઈંચ. લીલીયામાં 4 ઈંચ,  સાવરકુંડલામાં સાડા ત્રણ ઈંચ, ભાવનગરના મહુવામાં બે ઈંચ, તેમજ 71 તાલુકામાં ભારે ઝાપટાંથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો હતો, આજે રાજ્યના માટોભાગના વિસ્તારોમાં સવારથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે. અને સૂર્યનારાયણના દર્શન પણ થઈ શક્યા ન હતા. અને ગમે ત્યારે વરસાદ તૂટી પડશે. એવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડા મુજબ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 196 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના ખાંભામાં 8 ઈંચ, રાજુલામાં 7 ઈંચ, ઊનામાં 6 ઈંચથી વધુ, તથા નવસારીના ગણદેવી, ભાવનગરના મહુવા, નવલસારીના જલાલપોર, ચીખલી, નવસારી શહેર તેમજ અમરેલીના જાફરાબાદમાં ચારથી 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે તા. 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ અને પોરંબદર, બોટાદ, આણંદ પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે એક દુર્ઘટના સામે આવી છે. ગીણીયા ગામમાં અચાનક એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. આ સમયે ઘરમાં રસોઈ બનાવી રહેલા 40 વર્ષીય મહિલા કૈલાશબેન સકુરભાઈ માંગુડા દીવાલના કાટમાળ નીચે ગંભીર રીતે દબાયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી અતિ ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામની સ્થિતિ વણસી છે. પૂરના પાણી ઘોરમાં ઘૂસી જતાં સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી ખુદ મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ધારાસભ્ય પોતે પૂરના પાણીમાં ઊતરીને નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા 50થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સ્થાનિક સરકારી શાળામાં આશ્રય અપાવ્યો હતો, તેમજ લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવા ખાસ અપીલ કરી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code