Site icon Revoi.in

વર્ષ 2019-20 દરમિયાન બીજેપીને મળ્યું સૌથી વધુ કોર્પોરેષન ડોનેશન – ADRનો રિપોર્ટ

Social Share

દિલ્હી-  દેશભરમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત પક્ષ તરીકે ઉભરી આવી છે, પીએમ મોદી સત્તામાં આવ્યા બાદ પાર્ટીની બોલબાલા વધી છે, દેશના મોટાભાગના રાજ્યોમાં બીજેપીનો ડંકો વાગે છે ત્યારે કોર્પોરેશન ડોનેશનમાં પણ બીજેપીની પાર્ટીએ બાજી મારી છે,કોર્પોરેટ અને બિઝનેસ સંગઠનોએ નાણાકીય વર્ષ 2019-20માં રાષ્ટ્રીય રાજકીય પક્ષોને રૂ. 921.95 કરોડનું દાન આપ્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી ને સૌથી વધુ દાન મળવા પાત્ર છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ના રિપોર્ટ મુજબ, ભાજપને આ નાણાકીય વર્ષમાં કુલ રૂ. 720,407 કરોડનું કોર્પોરેટ દાન મળ્યું છે. આ અહેવાલમાં પાંચ પક્ષો પાસેથી મળેલા દાનનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

ચૂંટણીની રાજનીતિમાં પારદર્શિતા લાવવા માટે કામ કરતી એનજીઓ એડીઆરના વિશ્લેષણ પ્રમાણે , નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19 વચ્ચે રાષ્ટ્રીય રાજકીય પક્ષોને કોર્પોરેટ દાનમાં 109 ટકાનો વધારો નોંધવામાં આવ્યો  છે. આ વિશ્લેષણ પાર્ટીઓ દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી દાતાઓની માહિતીના આધાર પર કરવામાં આવ્યું છે, જેમણે એક નાણાકીય વર્ષમાં 20 હજાર  રૂપિયાથી વધુનું દાન કર્યું છે.

 

એડીઆરએ જે  કરેલા પાંચ રાજકીય પક્ષોના વિશ્લેષણમાં ભાજપ, કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસઅને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ નો સમાવેશ થયો છે. અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન, કોંગ્રેસ પાર્ટીને 154 દાતાઓ પાસેથી રૂ. 133.04 કરોડ અને NCPને 36 કોર્પોરેટ દાતાઓ પાસેથી રૂ. 57.086 કરોડની રકમ મળી હતી.

બીજી તરફ, CPMએ આ નાણાકીય વર્ષ દરમિયાન કોર્પોરેટ દાનમાંથી કોઈ આવક દર્શાવી નથી. રિપોર્ટ પ્રમાણે વર્ષ 2019-20ના બીજેપી અને કોંગ્રેસને દાન આપવામાં પ્રૂડેન્ટ ઈલેક્ટચોરલ ટ્રેસ્ટ ઉચ્ચ સ્થાન પર રહ્યું છે ટ્રસ્ટે એક વર્ષમાં 38 વખત બંને પક્ષોને દાન આપ્યું હતું. ટ્રસ્ટે બંને પક્ષોને કુલ 247.54 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ભાજપને કુલ 2025 કોર્પોરેટ દાતાઓ તરફથી દાન તરીકે કુલ રૂ. 710.407 કરોડની રકમ મળવા પાત્ર બની છે.આમ બીજેપીને સૌથી વધુ દાન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે બીજેપી પક્ષ ગતિશીલ ભારત પર સતત કાર્ય કરી રહી છે,દેશના વિકાસને લઈને અનેક લક્ષ્યો પ્રાપ્ત કરવામાં  ા પાર્ટી સફળ સાબિત થી રહી ે, કોરોના વખતે પણ બીજેપી એ સતત કાર્ય કર્યું છે જેને લઈને દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક મંચ પર પોતાની એક અલગ ઈમેજ બનાવવામાં પમ સફલ સાબિત થયા છે.તેઓ વિશ્વભરમામં લોકલાડીલા નેતા બન્યા છે,