Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર માં વર્ષ દરમિયાન 15 જવાન શહીદ , 25 આતંકવાદીઓનો સેનાના જવાનો એ કર્યો ખાતમો

Social Share

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી ઘટનાઓ બનતી રહેતી હોય છે આખા વર્ષ દરમિયયાં અહી સેન ખાડે પેજ રહીને આતંકી પ્રવવુતિઓ ને નાકામ  કરવામાં જોતરાયેલી હોય છે ત્યારે આ વર્ષ આટલે કે 2023 દરમિયાન અત્યાર સુધી સેનાએ  25  આતંકી ઓને ઠાર કર્યા છે .

આ બાબતની જાણકારી પ્રમાણે  આ  વર્ષે જમ્મુના ત્રણ જિલ્લામાં હિંસક ઘટનાઓમાં 15 સુરક્ષાકર્મીઓ અને 25 આતંકવાદીઓ સહિત 47 લોકોના મોત થયા છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી.

આ વર્ષે રાજૌરીમાં સાત આતંકવાદીઓ અને 10 સુરક્ષાકર્મીઓ સહિત 24 લોકો માર્યા ગયા છે, જ્યારે પુંછ જિલ્લામાં 15 આતંકવાદીઓ અને પાંચ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. રિયાસી જિલ્લામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટા ભાગના આતંકવાદીઓ સરહદ પારથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે માર્યા ગયા હતા. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં 81 આતંકવાદીઓ અને 27 સુરક્ષાકર્મીઓ સહિત 121 લોકો માર્યા ગયા છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પુનઃજીવિત કરવા માટે પાકિસ્તાન દ્વારા સરહદ પારથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આવી હિંસક ઘટનાઓ બની રહી છે.

જમ્મુમાં હિંસક ઘટનાઓમાં જીવ ગુમાવનારાઓમાં બે કેપ્ટન સહિત ચાર સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમણે રાજૌરી જિલ્લાના બજીમલ વિસ્તારમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં જીવ ગુમાવ્યો હતો.
આ સાથે જ આ પહેલા 20 એપ્રિલ અને 5 મેના રોજ આતંકવાદીઓએ પૂંછના મેંધર વિસ્તારમાં અને રાજૌરીના કાંડી જંગલમાં ઓચિંતો હુમલો કર્યો હતો, જેમાં પાંચ કમાન્ડો સહિત 10 જવાનો શહીદ થયા હતા.
વધુ જાણકારી અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી રાજૌરી અને પૂંચના સરહદી જિલ્લાઓ અને નજીકના રિયાસી જિલ્લામાં આતંકવાદ સંબંધિત હિંસક ઘટનાઓમાં 47 લોકોના મોત નોંધાયા છે.