Site icon Revoi.in

રાજકોટના માર્ગો ઉપર માર્ચ મહિનાથી ઈ-બસો દોડશે

Social Share

અમદાવાદઃ દેશમાં પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પ્રદુષણનું સ્તર ઘટે તે માટે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન સૌરાષ્ટ્રની રાજધાની મનાતા રાજકોટના માર્ગો ઉપર આગામી દિવસોમાં બીઆરટીએસ રૂટ ઉપર બસ દોડાવવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં પ્રથમ તબક્કામાં માર્ચ મહિનાથી 20 ઈ-બસ દોડશે. માધાપર ચોકડીથી ગોંડલ રોડ સુધી ઇ-બસ સેવા શરુ કરવામાં આવશે. અમુલ ચોકડી પાસે ઇ-બસનું ચાર્જિંગ પોઇન્ટ બનાવવામાં આવશે. કુલ 50 ઇલેક્ટ્રિક બસમાંથી 20 બસ આ માસ ના અંતે રાજકોટમાં આવી જશે. કેન્દ્ર સરકાર દ્વારા યોજના હેઠળ ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે તેના વપરાશ પ્રતિ કિલોમીટર રૂ.25 સુધીની સબસીડી આપવામાં આવવાની છે. આગામી સમયમાં વધુ બસ મળતા ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ સીટી બસમાં પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના માર્ગો ઉપર ઈ-બસો દોડી રહી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ આગામી દિવસોમાં ઈ-બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.