Site icon Revoi.in

પીએમ મોદીની મુલાકાત પહેલા વિદેશમંત્રી એસ જયશંકર પહોંચ્યા બાંગ્લાદેશ: શેખ હસીનાને ભેટ કર્યા પિતા દ્વારા લખાયેલા પુસ્તકો

Social Share

દિલ્લી: ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી શુભકામના પાઠવી હતી. વિદેશમંત્રીએ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં બાંગ્લાદેશના વડાપ્રધાન અને તેમના નેતૃત્વના પ્રદાનની પ્રશંસા કરી હતી. બાંગ્લાદેશની આઝાદીની 5૦ મી વર્ષગાંઠ અને બાંગ્લાદેશ-ભારત રાજદ્વારી સંબંધોના 5૦ વર્ષ પૂરાં થવાના પ્રસંગે જયશંકર આ મહિને વડાપ્રધાન મોદીની ઢાકા મુલાકાત પહેલા તૈયારીઓનો હિસ્સો લેવા એક દિવસની મુલાકાતે છે.

ઢાકામાં ભારતીય હાઇકમિશનના જણાવ્યા મુજબ બાંગ્લાદેશના વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘ગણોભવન’ ખાતે આ બેઠક યોજાઈ હતી. જયશંકરે તેમના દિવંગત પિતા કે.કે. સુબ્રમણ્યમ દ્વારા બાંગ્લાદેશ પર લખાયેલા બે પુસ્તકો પણ તેમને ભેટમાં આપી હતી. કે.સુબ્રમણ્યમ આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક બાબતોના જાણીતા વિશ્લેષક હતા.

જયશંકરે અન્ય એક ટવીટમાં કહ્યું કે, આ પુસ્તકો 1972 દરમિયાન બાંગ્લાદેશ પર લખાયેલા પ્રારંભિક પુસ્તકોમાંથી એક હતા. બાંગ્લાદેશની નોંધપાત્ર પ્રગતિ જોઈને તેને ખૂબ જ આનંદ થાત. અગાઉ,બાંગ્લાદેશ સાથેના ભારતના વ્યૂહાત્મક સંબંધોને 36૦ ડિગ્રી ભાગીદારી ગણાવતા વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ મહિને બાંગ્લાદેશનો પ્રવાસ ‘ખૂબ જ યાદગાર’ રહેશે.

-દેવાંશી