Site icon Revoi.in

કચ્છની ઘરા ફરી ઘ્રુજી – રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી

Social Share

કચ્છ – ગુજરાતના કચ્છમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવતા હોય છે આ પ્રદેશ ભૂકંપ માટે જાણીતો છે ત્યારે ફરી એક વખત અહીની ઘરા ઘ્રુજી હતી વિતેલી રાત્રે અહી ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા,

પ્રાપ્ત વિગત પ્રમાણે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. જો કે આ ભૂકંપમાં કોઈપણ પ્રકારના જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

બીજી તરફ હરિયાણાના ઝજ્જરમાં પણ  શુક્રવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ) અનુસાર, ઝજ્જરમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી, જ્યારે કચ્છમાં તેની તીવ્રતા 4.5 હતી. ઝજ્જરમાં બપોરે 12:29 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી આઠ કિમી નીચે હતું.

પ્રાપ્ત જાણકારી અનુસાર કચ્છના દુધઈમાં વિતેલી  રાત્રે 8 વાગ્યેને 45 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દુધઈથી 15 કિમી દૂર નોંઘાયું હતું. ભૂકંપના કારણે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર આવી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હબતો.

આ પહેલા પણ અહી ગુરુવારે રાત્રે 12:18 વાગ્યે દુધઈમાં  3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જેમાં પણ જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.ઉલ્લેખનીય છે કે અહી આવાર ન ાર આ પ્રકારના ભૂકંપના સામાન્ય આચંકાઓ આવતા રહેતા હોય છે.