Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતના સુરતમાં ધરા ધ્રુજી, 2.6ની તીવ્રતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં સોમવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ભૂકંપના આંતકાની તિવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના સુરતમાં આજે સવારે લગભગ 8 કલાકે ધરા ધ્રુજી હતી. જેથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્ટેલ ઉપર 2.6 જેટલી નોંધાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિન્દુ સુરત શહેરથી 20 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. કચ્છના ભચાઉ અને તેની આસપાસના વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાતના 8.54 કલાકે આ આંચકો નોંધાયો હતો અને તેની તિવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.3ની નોંધાઈ હતી. તેમજ કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર નોંધાયું હતું.  છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભૂકંપના આંચકામાં વધારો થયો છે.

રાજ્યમાં નવેમ્બરમાં પૃથ્વીના પેટાળમા હલચલ વધી હોય તેમ દિવસમાં પાંચથી વધારે ભૂકંપ નોંધાયા છે. જેમાં નવેમ્બરની તા.1ના રોજ દુધઈ પંથકમાં 2.8, તા. 2ના રોજ દુધઈ વિસ્તારમાં સૌથી શક્તિશળી 4.1, તા. 21મી નવેમ્બરના રોજ ભચાઉ પંથકમાં 3.2, તા.22મી નવેમ્બરના રોજ 3 અને તા.23મી નવેમ્બરના રોજ વલસાડથી ૫૨ કિ.મી.દક્ષિણે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયેલ હતો.