Site icon Revoi.in

દિલ્હીની ઘરા ફરી એક વખત ભૂકંપથી ઘ્રૂજી – રિક્ટર સ્કેલ પર તીવ્રતા  2.3 નોંધાઈ

Social Share

દિલ્હીઃ-આજ રોજ શુક્રવારે દિલ્હીમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3 માપવામાં હતી. શુક્રવારે સવારે 5 કલાકે ભૂકંપ આવ્યો હતો.દિલ્હીમાં છેલ્લા દસ દિવસમાં આ બીજી વખત ભુકંપ આવવાની ઘટચના બનવા પામી છે.

આ પહેલા 17 ડિસેમ્બરે રાજસ્થાનના અલવરમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 4.2 હતી, પરંતુ તેના આંચકા દિલ્હી-એનસીઆરમાં પણ અનુભવાયા હતા. ત્યાર બાદ આ મહિનાની શરૂઆતમાં, દિલ્હી-એનસીઆરમાં ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર ગાઝિયાબાદ હતું. 2 જી ડિસેમ્બરે દિલ્હી-એનસીઆરમાં 2.7 ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પહેલા પણ જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન થયું ત્યારથી જ દિલ્હીમાં 10 થી વધુ ભૂકંપ આવ્યા છે અને તેમનું કેન્દ્ર એનસીઆરની આસપાસ નોંધાયું છે. થોડા સમય પહેલા વૈજ્ઞાનિકોએ હિમાલયમાં મોટા ભુકંપની આગાહી કરી હતી અને કહ્યું હતું કે હિમાલયની પર્વતમાળામાં ભૂકંપોન આચંકાની શ્રેણી સાથે કોઈપણ સમયે મોટો ભૂકંપ આવી શકે છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા આઠ અથવા તેથી વધુ હોઇ શકે છે.

સાહિન-