Site icon Revoi.in

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો:તીવ્રતા 3.1 નોંધાવામાં આવી

Social Share

રાજકોટ : ગુજરાતના કચ્છ જિલ્લામાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા 3.1 નોંધવામાં આવી છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં અવાર-નવાર ભૂકંપના આંચકાઓ અનુભવાય છે. જો કે ભૂકંપના આંચકા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સદનસીબે કોઈ જાનહાનીના પણ સમાચાર આવ્યા નથી.

જાણકારી અનુસાર ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈથી 26 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે. જમીનની અંદરના ભાગમાં રહેલી પ્લેટો સતત હલન-ચલન કરતી અવસ્થામાં જોવા હોય છે, અને તેમાં થતી હલન ચલનની પ્રવૃતિના કારણે આ પ્રકારના આંચકાઓ અનુભવાતા હોય છે.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.