Site icon Revoi.in

તુર્કીમાં ફરી ભૂકંપના આંચકા,ભારતીય સેનાની હોસ્પિટલમાં પડી તિરાડ 

Social Share

દિલ્હી:તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ભારતીય સેનાની હોસ્પિટલમાં પણ તિરાડો પડી ગઈ છે.અન્ય કેટલીક જગ્યાએથી પણ નુકસાનના અહેવાલ છે.આ સમયે, સાવચેતી રાખીને, ભારતીય સેનાના જવાનો પણ ઇમારતોને બદલે તંબુમાં રહી રહ્યા છે.અહીં લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે.

થોડા દિવસો પહેલા તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે ભારે તબાહી જોવા મળી હતી. વિનાશ એટલો હતો કે મૃત્યુઆંક 36,000ને વટાવી ગયો છે.જમીન પર બચાવ કાર્ય ચાલુ છે અને સતત મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ બચાવ અભિયાનમાં ભારતે તુર્કીને ઘણી મદદ કરી છે.

NDRFની ઘણી ટીમો મોકલવામાં આવી છે, રાહત સામગ્રી પણ સતત પહોંચાડવામાં આવી રહી છે.ભારતીય સેનાએ તુર્કીમાં પોતાની હોસ્પિટલ પણ બનાવી છે જ્યાં ઘાયલોની સારવાર થઈ રહી છે.કેટલાક અન્ય દેશો પણ તેમના તરફથી તુર્કીને મદદ મોકલી રહ્યા છે.

 

Exit mobile version