Site icon Revoi.in

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

Social Share

દિલ્હી: ભારતના વિવિધ ભાગોમાં સતત ભૂકંપ આવી રહ્યા છે. દિલ્હી-એનસીઆરમાં રવિવારે આવેલા ભૂકંપ બાદ સોમવારે સવારે ઉત્તરાખંડના પિથોરાગઢથી 48 કિમી ઉત્તર-પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 નોંધવામાં આવી હતી.જો કે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. આ પહેલા 5 ઓક્ટોબરે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપ આવ્યો હતો. ભારતીય સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, ગુરુવારે રાત્રે લગભગ 3.49 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

અગાઉ રાજધાની દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રવિવારે દિલ્હીની સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી. બીજી તરફ હરિયાણાના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.1 હતી. ભૂકંપના આંચકા સાંજે 4.08 કલાકે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ફરીદાબાદ હોવાનું કહેવાય છે. રવિવારની રજા હોવાથી લોકો ઘરોમાં હતા પરંતુ ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો બહાર દોડી આવ્યા હતા.આ પહેલા 3 ઓક્ટોબરે રાજધાની દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો ઘરની બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા હતા. જો કે ભૂકંપમાં કોઈ નુકસાનના સમાચાર નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.