Site icon Revoi.in

અંદામાન-નિકોબારમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 નોંધાઈ

Social Share

દિલ્હીઃ- દેશ-વિદેશના કેટલાક વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે ત્યારે  ટાપૂ પ્રદેશ ગણાતા અદામાન નિકોબારમાં ફરી એક વખત ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે.જો કે આ પહેલી વખત નથી કે અહી ભૂકંપ આવ્યો હોય પહેલા અનેક વખત આ પ્રદેશની ઘરા ઘ્રુજી ઉઠી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ 5 જૂનને સોમવારની સવારે અહીં ભૂકંપના આચંકાઓ આવ્યા હતા, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે સવારે દિગલીપુરના આંદામાન અને નિકોબાર ટાપુ નજીક રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

આ સાથે જ ભૂકંપનું કેન્દ્ર ભારતના આંદામાન અને નિકોબાર ટાપુ, દિગલીપુરથી 229 કિમી ઉત્તરમાં નોંધવામાં  આવ્યું હતું. ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યેને 40 મિનિટે આવ્યો હતો

આ સાથે જ ભૂકંપ  સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હોવાની માહીતી આપવામાં આવી છે,ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈક સમયે અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માની લઈએ છીએ.