Site icon Revoi.in

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 માપવામાં આવી

Social Share

દિસપુર:આસામના નાગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આંચકા સાંજે 4.08 કલાકે અનુભવાયા હતા.

તેના એક દિવસ પહેલા ગુજરાતના સુરત જિલ્લામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે,ભૂકંપનું કેન્દ્ર સુરતના પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW) લગભગ 27 કિલોમીટરના અંતરે બપોરે 12:52 કલાકે નોંધાયું હતું.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

Exit mobile version