Site icon Revoi.in

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.1 ની નોંધાઈ તીવ્રતા

Social Share

દિસપુર: આસામમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેની તીવ્રતા 3.1  માપવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, આજે એટલે કે રવિવારે વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે આસામના ધુબરી જિલ્લામાં રવિવારે 3.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 નોંધવામાં આવી હતી. તેની ઊંડાઈ પૃથ્વીથી 17 કિલોમીટર નીચે હતી.

NCS એ X પર ટ્વીટ કર્યું હતું કે 1 ઓક્ટોબરના રોજ  3.01 વાગ્યે આસામના ધુબરીમાં 3.1 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જો કે આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના હજુ સુધી કોઈ સમાચાર નથી.

આ અઠવાડિયાની શરૂઆતમાં, ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.0 નોંધવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ પૃથ્વીની નીચે 5 કિલોમીટર હતી. થોડા દિવસો પહેલા હિમાચલ પ્રદેશના મંડી અને ચંબા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 2.8 અને 2.1ની તીવ્રતાના હળવા ભૂકંપ અનુભવાયા હતા. જેમાં કોઈ પણ પ્રકારે જાન-માલનું નુકસાન થયું ન હતું.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.