Site icon Revoi.in

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.9 ની નોંધાઈ તીવ્રતા

Social Share

ભુજ:ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે,આજે સવારે 9 વાગ્યે કચ્છમાં ધરતી ધ્રૂજી રહી છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર,આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 માપવામાં આવી છે.

ગુજરાતના થોડા કલાકો પહેલા જ આજે સવારે તમિલનાડુમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ઉત્તરી તમિલનાડુના ચેંગલપેટ જિલ્લામાં સવારે 7.39 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. સેન્ટર ફોર સિસ્મોલોજી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું,8 ડિસેમ્બર 2023 ના ભારતીય સમયાનુસાર સવારે 7:39 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો,જેનું કેન્દ્ર 10 કિલોમીટર ઊંડાઈ પર હતું.

ગઈકાલે પણ ગુરુવારે સવારે 5:42 વાગ્યે આસામના સૌથી મોટા શહેરો પૈકીના એક ગુવાહાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જોકે આ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી, પરંતુ વહેલી સવારે આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ સિવાય લગભગ 6 દિવસ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આઠ કલાકની અંદર બે વખત ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈ નુકસાનના સમાચાર નથી. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, શનિવારે સવારે 8.25 વાગ્યે પહેલીવાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી.તેનું કેન્દ્ર સપાટીથી 10 કિમી નીચે હતું. જ્યારે બીજો ભૂકંપ સાંજે 4.29 કલાકે આવ્યો હતો. તેની તીવ્રતા 3.7 હતી અને કેન્દ્ર સપાટીથી પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ક્યાંય પણ કોઈ નુકસાનના અહેવાલ નથી.