Site icon Revoi.in

પાકિસ્તાન, મલેશિયામાં અનુભવાયા ભૂકંપના આંચકા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી રહી તીવ્રતા

Social Share

દિલ્હી:મલેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,આ ભૂકંપ મંગળવારે રાત્રે 12.38 કલાકે કુઆલાલંપુરથી 561 કિમી પશ્ચિમમાં આવ્યો હતો.જો કે, સારી વાત એ છે કે આ ભૂકંપમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ અને સંપત્તિને નુકસાનના સમાચાર નથી.

આ સાથે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.મોડી રાત્રે 2.24 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 હતી.જોકે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.