Site icon Revoi.in

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

Social Share

દહેરાદુન:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવાર-રવિવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 નોંધવામાં આવી હતી.ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.ભૂકંપના આંચકા રાત્રે 12.45 કલાકે આવ્યા હતા.તેનું કેન્દ્ર જમીનમાં 5 કિલોમીટર ઊંડે હતું.

આ પહેલા 13 જાન્યુઆરીએ પણ ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ઉત્તરકાશીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી, જેનું કેન્દ્રબિંદુ જમીનની અંદર 10 કિમી ઊંડે હતું.

ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં જમીન ફાટવાની ઘટનાઓથી લોકો પહેલાથી જ ડરી ગયા છે. દરમિયાન, વારંવાર ધરતીકંપના આંચકા સળગતી જમીનને વધુ નુકસાન પહોંચાડી શકે છે.   જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે તમામ ઘરો અને હોટલોમાં તિરાડો પડી ગઈ છે.