Site icon Revoi.in

ગુજરાતના કચ્છમાં વહેલી સવારે ભૂકંપના આચંકાઓ અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ

Social Share

 

ભૂજઃ- ગુજરાતના કચ્છ માં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના બનતી હોય છએ ત્યારે અહીં ફરી એક વખત ઘરતી ઘ્રુજી હોવાના એહવાલ સામે આવ્યા છે જાણકારી અનુસાર આજે વહેલી સવારે કચ્છના રાપસ વિસ્તારમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા.

વધુ વિગત પ્રમાણે આજરોજ સોમવારે વહેલી સવારે 3 વાગ્યા આસપાસ રાપરમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હતા રિક્ટર સ્કેલ પર જેની તિવ્રતા 4.3 માપવામાં આવી હતી જો ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો રાપરથી 26 કિમી વેસ્ટ નોર્થ વેસ્ટ પાસે નોંધવામાં આવ્યું છે.

ત્યારે આજ રોજ 3જી જુલાીે ફરી ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે.જો કે આજે આવેલા ભૂકંપના આચંકાઓ સામાન્ય હોવાથઈ કોઈ જાનહાનિ કે નુકશાનના સમાચાર ણળ્યા નથી, વહેલી સવાર હોવાથી લોકો ઘરમાં જ સુતા હતા જેથી કરીને મોટા ભાગના લોકોને તેનો અનુભવ થયો ન હતો પરંતુ જે લોકો જાગતા હતા તેમણે સામાન્ય ઘરતીકંપનો અનુભવ કર્યો હતો.

જો કે આ પહેલી વખત નથી કે કચ્છમાં આ પ્રકારના આચંકાઓ આવ્યા હોય આ પહેલા પણ અનેક વખત અહી ભૂકંપના આચંકાઓ આવ્યા છે.  કચ્છમાં 17 મે 2023ના રોજ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. કચ્છમાં મોડી રાત્રે 4.2 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો હતો. ત્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિમી નોર્થ ઈસ્ટ પાસે નોધાયુ હતુ.

જો એપ્આરિલ મહિનાની વાત કરીએ તો 11 એપ્રિલના રોજ કચ્છ બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો તીવ્રતાની વાત કરીએ તો આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ હતી.