Site icon Revoi.in

જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી : જાપાનના ઇઝુ આઈલેન્ડમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 હતી. હકીકતમાં, ઇઝુ આઈલેન્ડ એ જ્વાળામુખી ટાપુઓનો સમૂહ છે જે જાપાનના ઇઝુ દ્વીપકલ્પથી દક્ષિણ અને પૂર્વમાં વિસ્તરે છે. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપ 28.2 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. અત્યાર સુધી આના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી.

બુધવારે મોડી રાત્રે આર્જેન્ટિના અને ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહીં ભૂકંપની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેનું કેન્દ્ર આર્જેન્ટિનાના સૈન એન્ટોનિયો ડે લોસ કોબરેસથી 84 કિમી ઉત્તર પશ્ચિમમાં હતું.તે જ સમયે, તેની તીવ્રતા 6.5 માપવામાં આવી હતી.

જો વાત કરવામાં આવે ભારતમાં તો હજુ ગઈકાલે જ મણિપુરના મોઇરાંગમાં સાંજે 6.51 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધવામાં આવી છે. મણિપુરના મોઇરાંગથી 60 કિમી દૂર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

છેલ્લા ત્રણ દિવસથી દેશના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. રાજધાની દિલ્હીમાં બુધવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ દિલ્હીમાં 2.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર પાંચ કિમી અંદર હતું. આ પહેલા મંગળવારે મોડી રાત્રે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મંગળવારે દિલ્હી-NCR ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.